Amreli : અમરેલી-ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, સિંહણનું મોત
Amreli-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આજે અકસ્માતની ગોઝારી ઘટના બની છે. અજાણ્યા કારચાલકે અડફેટે લેતા સિંહણનું મોત નીપજ્યું છે. નાગેશ્રી ટોલનાકા પાસે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે સિંહણને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં સિંહણનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જાફરાબાદ રેન્જનો વનવિભાગઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement
- Amreli-ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત
- અજાણ્યા કારચાલકે સિંહણને અડફેટે લેતા મોત
- નાગેશ્રી ટોલનાકા પાસે પુરપાટ ઝડપે મારી ટક્કર
- કારચાલક ટોલનાકામાં પ્રવેશ કરી ઉના તરફ ફરાર
- જાફરાબાદ રેન્જનો વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો
Amreli-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આજે અકસ્માતની ગોઝારી ઘટના બની છે. અજાણ્યા કારચાલકે અડફેટે લેતા સિંહણનું મોત નીપજ્યું છે. નાગેશ્રી ટોલનાકા પાસે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે સિંહણને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં સિંહણનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જાફરાબાદ રેન્જનો વનવિભાગ (Jafrabad Range Forest Department) ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા એક માસમાં 2 સિંહ અને 1 દીપડાના મોત નીપજ્યા છે. વનવિભાગ દ્વારા CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરાઈ છે.

