Amreli : રાજુલાના દરિયાઈ વિસ્તારમાં માછીમારોને મળ્યું શંકાસ્પદ બોક્સ, SOG અને મરીન પોલીસે તપાસ શરૂ કરી
- Amreli રાજુલાના દરિયાઈ વિસ્તારમાં મળ્યું શંકાસ્પદ બોક્સ
- દરિયાઈ સીમા માંથી શંકાસ્પદ પાઉડર જેવો પદાર્થ મળ્યો
- માછીમારી કરી પરત ફરતા માછીમારોન મળ્યો શંકાસ્પદ પાઉડરનો જથ્થો
- બોક્સમાં પાંચેક જેટલા શંકાસ્પદ પદાર્થ હોવાનું અનુમાન
- શંકાસ્પદ બોક્સ કિનારે લાવીને રાજુલા મરીન પોલીસને જાણ કરાઈ
અમરેલી : અમરેલી જિલ્લાના ( Amreli ) રાજુલા દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરી પરત ફરતા માછીમારોને દરિયામાં શંકાસ્પદ બોક્સ મળી આવ્યું છે, જેમાં પાંચેક કિલો શંકાસ્પદ પાઉડર જેવો પદાર્થ હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ રાજુલા મરીન પોલીસને કરવામાં આવી હતી, જેના પગલે અમરેલી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) અને મરીન પોલીસે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી છે.
રાજુલા દરિયાઈ સીમામાં માછીમારોને માછીમારી દરમિયાન એક શંકાસ્પદ બોક્સ મળ્યું છે, જેમાં પાઉડર જેવો પદાર્થ હતો. પ્રાથમિક અનુમાન મુજબ, બોક્સમાં લગભગ 5 કિલો જેટલો પદાર્થ હોવાનું જણાય છે.
માછીમારોએ આ બોક્સ દરિયાકાંઠે લાવીને તાત્કાલિક રાજુલા મરીન પોલીસને જાણ કરી હતી. આ ઘટનાથી દરિયાઈ સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શંકા ઉભી થઈ છે.
આ પણ વાંચો- Bharuch : ઝઘડિયા GIDC ની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી, અફરાતફરીનો માહોલ
રાજુલા મરીન પોલીસ અને અમરેલી SOGએ ઘટનાસ્થળે પહોંચીને બોક્સની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં SOG અધિકારીએ પુષ્ટિ કરી કે બોક્સમાં મળેલો પદાર્થ પાઉડર સ્વરૂપે છે, પરંતુ તે નશીલો પદાર્થ છે કે અન્ય કોઈ રાસાયણિક પદાર્થ તેની ચોક્કસ ઓળખ માટે તપાસ ચાલી રહી છે.
શંકાસ્પદ પાઉડરની ચોક્કસ ઓળખ કરવા માટે તેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુપ્ત તપાસ શરૂ કરી છે, જેમાં દરિયાઈ માર્ગે નશીલા પદાર્થોની હેરફેર કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શક્યતા તપાસાઈ રહી છે.
આ શંકાસ્પદ બોક્સની ઘટનાએ ગુજરાતની 1200 કિમી લાંબી દરિયાઈ સીમા પર સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતા વધારી છે. ખાસ કરીને, ગુજરાતના દરિયાકાંઠે નશીલા પદાર્થોની હેરફેર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શંકાઓ વધી રહી છે. પાછલા ઘણા સમયથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં કરોડો રૂપિયાના નશીલા પદાર્થ પકડાઇ ચૂક્યું છે. તેમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ જ ઝડપવામાં આવ્યું છે.
આ પણ વાંચો- Bharuch : નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાં 3 કરોડનું કૌભાંડ, 17 ડિરેક્ટરો બરતરફ, કસ્ટોડિયનની નિમણૂક