Amreli Heavy Rain: અમરેલીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, જાફરાબાદ-રાજુલામાં જળબંબાકાર!
અમરેલી જિલ્લામાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે. જાફરાબાદ અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં રાયડી નદીના ધસમસતા પ્રવાહમાં પશુધન તણાઈ ગયું છે. લોકો જીવ બચાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ કલાકો વીતવા છતાં મદદ માટે કોઈ પણ સરકારી અધિકારી કે તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું નથી. નદીના તોફાની મિજાજે ગ્રામજનોને લાચાર કરી દીધા છે
Advertisement
Amreli Heavy Rain: અમરેલી (Amreli) જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જાફરાબાદ (Jafrabad) તાલુકામાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું છે. લોર, માણસા, મીઠાપુર અને નાગેશ્રી જેવા ગામડાઓમાં પાણી ભરાઈ જવાથી લોકોના ઘર અને ખેતરો સંપર્કવિહોણા બની ગયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

