ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમરેલી: જાફરાબાદ દરિયામાં ગુમ 11 માછીમારોથી 3ના મળ્યા મૃતદેહ, કોસ્ટગાર્ડની શોધખોળ ચાલુ

અમરેલી જાફરાબાદ બોટ દુર્ઘટના: કોસ્ટગાર્ડે 3 મૃતદેહ શોધ્યા, 8 માછીમારોની શોધ ચાલુ
06:30 PM Aug 22, 2025 IST | Mujahid Tunvar
અમરેલી જાફરાબાદ બોટ દુર્ઘટના: કોસ્ટગાર્ડે 3 મૃતદેહ શોધ્યા, 8 માછીમારોની શોધ ચાલુ

જાફરાબાદ : અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર નજીક દરિયામાં ભારે તોફાનને કારણે ત્રણ બોટ ડૂબી જવાની ઘટનાએ માછીમાર સમુદાયમાં શોકનું મોજું ફેલાવ્યું છે. આ ઘટનામાં 11 માછીમારો લાપતા થયા હતા, જેમાંથી ત્રણ માછીમારોના મૃતદેહ કોસ્ટગાર્ડે શોધી કાઢ્યા છે. કોસ્ટગાર્ડની જહેમતને સફળતા મળી હોવા છતાં હજુ આઠ માછીમારો લાપતા છે, અને તેમની શોધખોળ માટે સતત પ્રયાસો ચાલુ છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ અને તોફાની હવામાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને અસર કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જાફરાબાદ અને રાજુલા નજીક દરિયામાં ભારે પવન અને ઊંચા મોજાને કારણે જાફરાબાદની બે બોટ, ‘જયશ્રી’ અને ‘દેવકી’, તેમજ રાજપરાની ‘મુરલીધર’ નામની બોટ ડૂબી ગઈ હતી. આ બોટોમાં કુલ 28 માછીમારો સવાર હતા, જેમાંથી 17નું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 11 માછીમારો લાપતા થયા હતા.

ત્રણ દિવસની સતત શોધખોળ બાદ કોસ્ટગાર્ડે જાફરાબાદથી 30 નોટિકલ માઈલ દૂર દરિયામાં ત્રણ માછીમારોના મૃતદેહ શોધી કાઢ્યા છે. આ મૃતદેહોને જાફરાબાદ લાવવાની કામગીરી ચાલુ છે. મોડી રાત્રે તે જાફરાબાદ પહોંચે તેવી શક્યતા છે. મૃતદેહોની ઓળખ માટે જાફરાબાદ આવ્યા બાદ પોસ્ટમોર્ટમ અને અન્ય પ્રક્રિયાઓ હાથ ધરાશે.

આ પણ વાંચો- પ્રતાપ દુધાતનો PMને પત્ર : વિદેશી કપાસની આયાત રોકો, ખેડૂતોનું હિત જુઓ

કોસ્ટગાર્ડ અને તંત્રની કામગીરી

ઘટનાની જાણ થતાં જ અમરેલી જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય હીરા સોલંકી બંદરે પહોંચ્યા હતા અને માછીમાર આગેવાનો સાથે બેઠક યોજી હતી. કોસ્ટગાર્ડે બે એરક્રાફ્ટ અને જહાજોની મદદથી શોધખોળ શરૂ કરી હતી, પરંતુ દરિયામાં ભારે કરંટ અને વરસાદને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે. જાફરાબાદ બંદરે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે દરિયામાં જોખમી સ્થિતિનો સંકેત આપે છે.

સ્થાનિક બોટ એસોસિએશને તાત્કાલિક કોસ્ટગાર્ડને જાણ કરી હતી, અને હાલ બાકીના આઠ લાપતા માછીમારોની શોધ માટે કોસ્ટગાર્ડની ટીમ સતત કામગીરી કરી રહી છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરનો ઉપયોગ મુશ્કેલ બન્યો છે, પરંતુ જહાજો દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

આ ઘટનાએ જાફરાબાદ અને શિયાળબેટના માછીમાર સમુદાયમાં ભય અને અનિશ્ચિતતા ફેલાવી છે. લાપતા માછીમારોના પરિવારો સતત તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. સ્થાનિક માછીમાર આગેવાને જણાવ્યું, “અમારા ભાઈઓ દરિયામાં જીવનું જોખમ લઈને માછીમારી કરે છે, પરંતુ આવા તોફાનો અને અપૂરતી સુરક્ષા વ્યવસ્થા અમારા જીવનને સંકટમાં મૂકે છે.”

આ પણ વાંચો- અનિરુદ્ધસિંહ રીબડા ફરી જેલમાં ધકેલાશે, એકસાથે બે ઝટકા

Tags :
#FishermanAccident#FishermanCommunityAmreliCoastguardgujaratnewsjafrabadSeaStorm
Next Article