Amreli: લાઠીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના ઘરેણાંની કરી ચોરી
- Amreli: લાઠીના મંદિરમાં લાખોના ઘરેણાંની ચોરી
- ગેલ માતાના મંદિરમાં ચોરી કરતા તસ્કરો CCTVમાં કેદ
- તસ્કરોએ 13 લાખ 86 હજારના આભૂષણોની ચોરી કરી
Amreli: અમરેલી જિલ્લાના લાઠી (Lathi) તાલુકામાં ભક્તિ અને શ્રદ્ધાના પ્રતીક સમાન ગેલ માતાજીના મંદિરમાં ચોરીની મોટી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગઈકાલ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ મંદિરને નિશાન બનાવી લાખોની કિંમતના આભૂષણો પર હાથ સાફ કર્યો છે. શ્રદ્ધાળુઓમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Amreli:CCTV ફૂટેજમાં કેદ થઈ તસ્કરોની કરતૂત
મંદિરના ગર્ભગૃહમાં (Sanctum Sanctorum) સુરક્ષા માટે લગાવવામાં આવેલા CCTV કેમેરામાં ચોરીની આ સમગ્ર ઘટના લાઈવ કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કુલ 5 તસ્કરો મંદિરમાં પ્રવેશ કરે છે. આ શખ્સોએ અત્યંત સાવચેતીપૂર્વક ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો અને માતાજીના શણગાર પર નજર બગાડી હતી. ફૂટેજમાં તેઓ મોઢે રૂમાલ બાંધીને ચોરીને અંજામ આપતા નજરે પડે છે.
Amreli Temple Theft: માતાજીના મંદિરમાં ઘૂસ્યા ચોર લાખોના ઘરેણાની ચોરી કરી થયા ફરાર
અમરેલીના લાઠીના મંદિરમાં લાખોના ઘરેણાની ચોરી
ગેલ માતાના મંદિરમાં ચોરી કરતા તસ્કરો CCTVમાં કેદ
તસ્કરોએ 13 લાખ 86 હજારના આભૂષણોની ચોરી કરી
ગઈકાલે થયેલ ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા
5 તસ્કરો મંદિરના… pic.twitter.com/YJLeW64kpd— Gujarat First (@GujaratFirst) January 27, 2026
Amreli:13.86 લાખના ઘરેણાની ઉઠાંતરી
પ્રાથમિક તપાસ અને મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, તસ્કરોએ માતાજીના એક મોટા છત્ર સહિત અન્ય સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી છે. આ આભૂષણોની અંદાજિત બજાર કિંમત 13 લાખ 86 હજાર રૂપિયા જેટલી થાય છે. સવારે જ્યારે પૂજારી મંદિરે પહોંચ્યા ત્યારે મૂર્તિ પરથી દાગીના ગાયબ જોઈ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ગ્રામજનો તેમજ પોલીસને જાણ કરી હતી.
લાઠી પોલીસનો તપાસનો ધમધમાટ
ચોરીની જાણ થતા જ લાઠી પોલીસ (Lathi Police) કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મંદિરના CCTV ફૂટેજ કબજે કર્યા છે. પાંચેય તસ્કરો કઈ દિશામાં ભાગ્યા છે તે જાણવા માટે આસપાસના રસ્તાઓના ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી આરોપીઓ પકડાયા નથી.
આ પણ વાંચોઃ Junagadh ના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા 'હેરીટેજ વોક'નો પ્રારંભ: ટ્રાયલ રન સફળતાપૂર્વક સંપન્ન


