Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટના સાંસદ Parshottam Rupala ને એક નાગરિકે કર્યો કોલ, ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Rajkot MP Parshottam Rupala:
રાજકોટના સાંસદ parshottam rupala ને એક નાગરિકે કર્યો કોલ  ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Advertisement
  1. અમરેલી એસ.પી. સામે શું પગલા લેશો?: નાગરિક
  2. પરશોત્તમ રૂપાલાએ દુઃખદ ઘટના કહી જવાબ આપવાનું ટાળ્યું
  3. સાંસદ અને નાગરિકની વાતચીતનો ઓડિયો થયો વાયરલ

Amreli letter: અમરેલીમાં લેટરકાંડ અત્યારે ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, આ મામલે અત્યારે અનેક વિગતો પણ સામે આવી રહીં છે. અનેક લોકોના નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમરેલીની પીડિતા પાયલ ગોટી મામલે ભાજપના નેતાને કોલ કરાયો હોવાનો એક ઓડિયો વાયરલ થયો છે. ભાજપના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાને એક નાગરિકે કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: સલમાન એવન્યુ બાદ વધુ એક ગેરકાયદે બાંધકામ હટાવવા હાઇકોર્ટે આપી મંજૂરી, વાંચો અહેવાલ

Advertisement

સાવરકુંડલાના નરેશ નામના વ્યક્તિએ રૂપાલાને કર્યો કોલ

મળતી વિગતો પ્રમાણે સાવરકુંડલાના નરેશ નામના વ્યક્તિએ રાજરોટના સાંસદ પરશોત્તમ રૂપાલાને કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે. પાયલ ગોટીને ખોટી રીતે ફરિયાદમાં સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવી તે અંગે રૂપાલાએ દુઃખદ ઘટના કહીને જવાબ આપવાનું ટાળી દીધું હતું. નરેશ નામના વ્યક્તિએ ‘દીકરીને આરોપી બનાવી, સરઘસ કાઢવામાં આવ્યું, અમરેલી એસ.પી. સામે શું પગલા લેશો?’ તેવા સવાલો કર્યાં હતા. પરંતુ પરશોત્તમ રૂપાલાએ માત્ર દુઃખદ ઘટના કહીને જવાબો આપવાનું ટાળી દીધું હતું.

Advertisement

આ પણ વાંચો: Deodar: ‘મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે’ ઓગડ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ધુણ્યો ભુવો!

સાંસદે તમે પત્રકાર છો?, કયા છાપામાંથી છો? કહી કોલ કાપ્યો

નોંધનીય છે કે, પરશોતમ રૂપાલાએ તમે પત્રકાર છો? ક્યા છાપા માંથી છો? તે કહો તેવા શબ્દો કહીને કોલ કાપી નાખ્યો હતો. પરશોત્તમ રૂપાલાને કરેલા કોલનો ઓડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ ખુબ જ વાયરલ થયો છે. મહત્વની વાત છે કે, પાયલ ગોટીને લઈને અત્યારે કોંગ્રેસના અનેક આગેવાનો આગળ આવ્યાં છે. પૂર્વ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ અત્યારે ન્યાય માટે ઉપવાસ પર બેઠા છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×