અમરેલીમાં MLA JV Kakadiya ના પત્નીનું નિવેદન વાયરલ: ભાજપ નેતાએ આપી સ્પષ્ટતા
- અમરેલીમાં MLA JV Kakadiya ના પત્નીએ આપી સ્પષ્ટતા
- વિવાદ થતા કોકિલાબેન કાકડિયાનો ખુલાસો
- આતંકવાદ ફેલાવતા વિધર્મીઓના નાશની કરી હતી વાત
- હિન્દુ-મુસ્લિમ ભાઈચારા પર કોઈ મુદ્દો નથી ઉઠાવ્યો
- દેશમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારા સાથે રહે છે: કોકિલાબેન
- દેશ વિરોધી તત્વો માટે વિધર્મી શબ્દ વાપર્યો હતો: કોકિલાબેન
MLA JV Kakadiya: અમરેલી (Amreli) જિલ્લાના ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા (J.V. Kakadiya) ના પત્ની અને ભાજપ (BJP) નેતા કોકિલાબેન કાકડિયા (Kokilaben Kakadiya) હાલ પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. ગત 11 તારીખના રોજ ધારગણી (Dhargani) ગામે ઉમેદવારનું ફોર્મ ભરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, સંગઠને હવે વિધર્મીઓના નાશની ઝુંબેશ ઉપાડી છે. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતા જ સ્થાનિક રાજકારણમાં મોટી હલચલ મચી ગઈ છે.
વિવાદ વધતા કોકિલાબેન કાકડિયાએ આપી સ્પષ્ટતા
પોતાના નિવેદન પર વિવાદ વધતા અને સોશિયલ મીડિયામાં ટીકાઓ થતા કોકિલાબેન કાકડિયાએ તાત્કાલિક સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે ખુલાસો કર્યો કે, 'મેં જે વાત કરી હતી તે આતંકવાદ (Terrorism) ફેલાવતા વિધર્મીઓના નાશ માટે હતી. દેશ વિરોધી તત્વો (Anti-national elements) માટે મેં વિધર્મી શબ્દનો પ્રયોગ કર્યો હતો.' વધુમાં તેમણે ઉમેર્યું કે દેશમાં હિન્દુ-મુસ્લિમ (Hindu-Muslim) ભાઈચારા સાથે રહે છે અને તેમણે ભાઈચારા વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી નથી.
Amreli | MLA J.V.Kakadiya ના પત્ની Kokilaben Kakadiya એ વિવાદ થતા આપી સ્પષ્ટતા | Gujarat First
MLA જે.વી. કાકડિયાના પત્નીએ આપી સ્પષ્ટતા
વિવાદ થતા કોકિલાબેન કાકડિયાનો ખુલાસો
''આતંકવાદ ફેલાવતા વિધર્મીઓના નાશની કરી હતી વાત''
''હિન્દુ-મુસ્લિમ ભાઈચારા પર કોઈ મુદ્દો નથી ઉઠાવ્યો''… pic.twitter.com/EtYJQKXdZr— Gujarat First (@GujaratFirst) April 13, 2026
કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતનો આકરો પ્રહાર
બીજી તરફ, કોંગ્રેસ (Congress) નેતા પ્રતાપ દુધાતે (Pratap Dudhat) આ મામલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, ભાજપ નેતા દ્વારા આવા નિવેદનો માત્ર જનતાનું ધ્યાન અસલી મુદ્દાઓ પરથી ભટકાવવા માટે કરવામાં આવે છે. પ્રતાપ દુધાતે સવાલ કર્યો હતો કે કોકિલાબેન 'વિધર્મી' કોને કહેવા માંગે છે તે સ્પષ્ટ કરવું જોઈએ. તેમણે વધુમાં યાદ અપાવ્યું કે કોંગ્રેસે દેશમાં પંચાયતી રાજ (Panchayati Raj) મજબૂત કરવાનું કામ કર્યું છે, જ્યારે ભાજપ માત્ર વિવાદો ઉભા કરીને રાજનીતિ કરી રહી છે.
આ પણ વાંચો: એક જ વોર્ડમાં 3 Patidar Candidates, સુરતમાં 'સર્વ સમાજ' ની ફોર્મ્યુલા ફેલ?


