Amareli : સાવરકુંડલા લીલાપીર નજીક ડેમમાં 2 બાળકો ડૂબી જતા મોત, પરિવારજનો પર આભ તૂટી પડ્યું
- સાવરકુંડલા લીલાપીર નજીક ડેમમાં 2 બાળકો ડૂબ્યા
- ભેસાણીયા ડેમમાં ન્હાવા પડેલા 2 બાળકો ડૂબ્યા
- ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢ્યાં
અમરેલીના સાવરકુંડલાના ભેસાણીયા ડેમમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતા તેઓના મોત નિપજ્યા હતા. સારવકુંડલાના લીલાપર નજીક ભેસાણીયા ડેમમાં ન્હાવા પડેલા 2 બાળકો ડૂબી જવા પામ્યા હતા. બંને બાળકો ઘરેથી કહ્યા વિના ન્હાવા ગયેલા હતા. બાળકો ડૂબ્યા હોવાની જાણ આજુબાજુ કામ કરી રહેલ લોકો દ્વારા ગ્રામજનોને કરતા ગ્રામજનો દ્વારા તાત્કાલીક ધોરણે સ્થળ પર પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકોના મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
ડેમમાં બાળકો ડૂબ્યા હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ઈમરજન્સી 108 અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી. ભારે જહેમત બાદ બંને બાળકોના મૃતદેહ મળવા પામ્યા હતા. બંને બાળકોના મૃતદેહને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બે બાળકો ડૂબી જતા મોત
બાળકો સાવરકુંડલાના જેસર રોડ પાસે રહેતા હોવાની માહિતી મળી રહી છે. ડેમમાં નાહવા પડેલા બાળકોમાં કૃણાલ અશ્વિનભાઈ સોલંકી (ઉ.વર્ષ. 16 )(ગીતાંજલી સોસાયટી, સાવરકુંડલા) તેમજ મંત્ર રાજદીપબાઈ મસરાણી (ઉ.વર્ષ. 11) રહે. ગીતાંજલી સોસાયટી, સાવરકુંડલાવાળાનું ડૂબી જતા મોત નિપજવા પામ્યું હતું.
આ પણ વાંચોઃ Rajkot: મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, 116 કરોડના વિકાસના વિકાસના કામોને લીલીઝંડી
સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું
બંને બાળકો મૃત્યુ પામ્યા હોવાની જાણ બાળકોના પરિવારજનોને થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. તેમજ પરિવારજનો હોસ્પિટલ પહોંચતા હ્રયદદ્રાવક દ્રશ્યો સર્જાવા પામ્યા હતા. તેમજ આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ પણ વાંચોઃ Ahmedabad: સાઉથ બોપલના VIP રોડ પર નશેડીએ એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી