Amreli : વડીયાનાં ખાખરીયા નજીક ST બસને નડ્યો અકસ્માત, ડ્રાઇવર સહિત 15 મુસાફર ઘવાયા
- Amreli માં વડીયાનાં ખાખરીયા નજીક ST બસે પલટી મારી
- ખાખરીયા રેલવે સ્ટેશન પાસેની ગોળાઈમાં બસ પલટાઈ
- દુર્ઘટનામાં 15 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થઈ
અમરેલીમાં (Amreli) વડીયાનાં ખાખરિયા નજીક ST બસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ST બસ પલટી મારી જતાં 15 જેટલા મુસાફરો ઘવાયા છે. ST બસ ડ્રાઈવરને પણ ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે વડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા છે. જ્યારે ડ્રાઇવરને જૂનાગઢ (Junagadh) ખસેડાયો હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં મામલતદાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
આ પણ વાંચો - Gujarat Police Job : પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, તારીખ જાહેર
ખાખરીયા નજીક રેલવે સ્ટેશન પાસે મુસાફરોથી ભરેલી ST બસ પલટી
અમરેલીમાં (Amreli) ST બસને અકસ્માત નડ્યો છે. વડીયાનાં ખાખરીયા નજીક રેલવે સ્ટેશન પાસેની ગોળાઈમાં મુસાફરોથી ભરેલી ST બસ અચાનક પલટી મારી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત 15 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. અક્સમાતને પગલે સ્થાનિક લોકોની ભીડે ભેગી થઈ હતી અને મુસાફરોને બસમાંથી બહાર કાઢવાં કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો - Junagadh : ગાદી વિવાદમાં મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચે વાકયુદ્ધ છેડાયું! જાણો કોણે શું કહ્યું ?
મુસાફરોને વડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા
માહિતી અનુસાર, ઇજાગ્રસ્ત મુસાફરોને વડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (Wadiya Community Health Center) ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત ST બસ ડ્રાઈવરને સારવાર માટે જુનાગઢ ખસેડાયો હોવાની માહિતી છે. આ અકસ્માતની જાણ થતાં મામલતદાર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Bharuchમાં 15 દિવસ માટે ઘર રહેવા આપ્યું તો ભેજાબાજ મહિલાએ કરી લીધો કબ્જો