Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : BJP માં આવ્યા બાદ પ્રથમ વખત પૂર્વ MLA અંબરીશ ડેરને સોંપાઈ આ મોટી જવાબદારી

રાજુલાનાં પૂર્વ MLA અંબરીશ ડેરને મોટી જવાબદારી    ગુજરાત મેરિટાઇમ બોર્ડ કર્મચારી મહાસંઘના અધ્યક્ષ બન્યા BJP માં આવ્યા બાદ પ્રથમવાર મોટી જવાબદારી સોંપાઇ અમરેલીમાંથી (Amreli) એક મોટા સમાચાર આવ્યા છે. રાજુલાનાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરને (Ambarish Der) મોટી જવાબદારી સોંપાઈ...
amreli   bjp માં આવ્યા બાદ પ્રથમ વખત પૂર્વ mla અંબરીશ ડેરને સોંપાઈ આ મોટી જવાબદારી
Advertisement
  1. રાજુલાનાં પૂર્વ MLA અંબરીશ ડેરને મોટી જવાબદારી   
  2. ગુજરાત મેરિટાઇમ બોર્ડ કર્મચારી મહાસંઘના અધ્યક્ષ બન્યા
  3. BJP માં આવ્યા બાદ પ્રથમવાર મોટી જવાબદારી સોંપાઇ

અમરેલીમાંથી (Amreli) એક મોટા સમાચાર આવ્યા છે. રાજુલાનાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરને (Ambarish Der) મોટી જવાબદારી સોંપાઈ છે. અંબરીશ ડેરને 'ગુજરાત મેરિટાઇમ બોર્ડ કર્મચારી મહાસંઘ' ના અધ્યક્ષ બનાવ્યા છે. ભાજપમાં (BJP) આવ્યા બાદ પ્રથમવાર અંબરિશ ડેરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો - Surat : Gym માં વધુ એક હાર્ટ એટેક! ટ્રેડમિલ પર ચાલતી વેળાએ વેપારી અચાનક ઢળી પડ્યો

Advertisement

Advertisement

અમરીશ ડેરને મળી મેરિટાઇમ બોર્ડનાં અધ્યક્ષની જવાબદારી

અમરેલીનાં (Amreli) રાજુલાનાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરને (Ambarish Der) 'ગુજરાત મેરિટાઇમ બોર્ડ' નાં અધ્યક્ષ બનાવ્યા છે. કોંગ્રેસમાંથી (Congress) ભાજપમાં આવ્યા બાદ મોટી જવાબદારી સોંપવાની સમજૂતીનાં ભાગરૂપે મેરિટાઈમ બોર્ડનો (Gujarat Maritime Board Employees Union) હવાલો અબંરીશ ડેરને સોંપાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. માહિતી મુજબ, અન્ય બોર્ડ નિગમમાં ચેરમેનની પોસ્ટ ખાલી છે. ત્યારે મેરિટાઇમ બોર્ડનાં અધ્યક્ષની જવાબદારી અમરીશ ડેરને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad : આજે રેસિડેન્ટ ડોક્ટરો એક દિવસની પ્રતિકાત્મક હડતાળ પર, જાણો શું છે કારણ ?

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ મોટી જવાબદારી

જણાવી દઈએ કે અમરેલી જિલ્લાનાં રાજકારણમાં અમરીશ ડેરનું નામ ખૂબ જ માનીતું છે. વર્ષ 2002 થી લઈને 2007 હોય કે પછી 2012 ની સ્થાનિક સ્વરાજ્યની પાલિકાની ચૂંટણીમાં અંબરીશ ડેરનું રાજકીય પ્રભુત્વ જોવા મળ્યું હતું. ત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં હતા. જો કે, વર્ષ 2017 માં અમરીશ ડેર રાજુલા (Rajula) બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ ચૂંટણીમાં તેમણે ભાજપનાં હિરા સોલંકીને (Hira Solanki) હરાવ્યા હતા. જો કે, ત્યાર બાદ વર્ષ 2022 ની ચૂંટણીમાં અંબરીશ ડેરનો હિરા સોલંકી સામે પરાજય થયો હતો. માર્ચ, 2024 માં અમરીશ ડેર કોંગ્રેસ સાથે છેડો ફાડીને BJP માં જોડાયા હતા.

આ પણ વાંચો - ‘શહેરમાં સબ સલામત, ગુનાઓમાં જંગી ઘટાડો થયો’ Ahmedabad Police Commissioner જીએસ મલિકે કર્યો દાવો

Tags :
Advertisement

.

×