ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli : દિવાળીનાં બે દિવસ પહેલા ભૂકંપનો આંચકો, આ વિસ્તારોમાં ધરતી ધ્રુજી

Amreli જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો ધારી ગીર, ખાંભા ગીર, લાઠી, લીલીયામાં આંચકા અનુભવાયા સાવરકુંડલા સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો અમરેલી (Amreli) જિલ્લામાં દિવાળી (Diwali 2024) ટાણે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. માહિતી મુજબ, ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા,...
05:49 PM Oct 27, 2024 IST | Vipul Sen
Amreli જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો ધારી ગીર, ખાંભા ગીર, લાઠી, લીલીયામાં આંચકા અનુભવાયા સાવરકુંડલા સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો અમરેલી (Amreli) જિલ્લામાં દિવાળી (Diwali 2024) ટાણે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. માહિતી મુજબ, ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા,...
સૌજન્ય : Google
  1. Amreli જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો
  2. ધારી ગીર, ખાંભા ગીર, લાઠી, લીલીયામાં આંચકા અનુભવાયા
  3. સાવરકુંડલા સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો

અમરેલી (Amreli) જિલ્લામાં દિવાળી (Diwali 2024) ટાણે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. માહિતી મુજબ, ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા, સાવરકુંડલા સુધી ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો છે. સાંજનાં 5.16 કલાકે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે 3.7 નો આંચકો અનુભવ્યો હોવાની માહિતી સામે આવી છે. ધારી ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. જ્યારે, સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપનાં આંચકાથી ફફડાટ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો - Rajkot : દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું, બે માસૂમોએ પિતાની છત્રછાયા ગુમાવી

ધારી ગીર, ખાંભા ગીર, લાઠી, લીલીયામાં આંચકા અનુભવાયા

એક તરફ જ્યાં સમગ્ર રાજ્યમાં દિવાળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. લોકો દિવાળી નિમિત્તે ખરીદી કરી રહ્યા છે. દરમિયાન, અમરેલી (Amreli) જિલ્લામાં ધરા ધ્રૂજી છે. માહિતી મુજબ, ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા, સાવરકુંડલા સુધીનાં વિસ્તારોમાં ભૂકંપનો આંચકો (Earthquake) અનુભવાતા લોકોમાં ડર ફેલાયો હતો. અંદાજે સાંજનાં 5.16 કલાકે અમરેલી જિલ્લાની ધરતી ધ્રુજી હોવાની પ્રાથમિક માહિતી છે.

આ પણ વાંચો - Banaskantha: પાલનપુર માર્કેટ યાર્ડની ચૂંટણીને લઇ મોટા સમાચાર, ભાજપના મેન્ડેડ ઉમેદવારનો પરાજય

ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે 3.7 નો આંચકો હોવાની માહિતી આપી

ભૂકંપનો આંચકો અનુભવાતા ધારી ગીર પંથકનાં (Dhari Gir Panthak) ગામડાઓમાં દોડીને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જ્યારે સાવરકુંડલા (Savarkundla) શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સાવરકંડલામાં મીતીયાળા, ધજડી, સાકરપરા સહિતનાં ગામોમાં ભૂકંપ અનુભવાયો હતો. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે (Gandhinagar Seismology Department) 3.7 નો આંચકો હોવાની માહિતી આપી છે. સદનસીબે અત્યાર સુધી ભૂકંપનાં કારણે કોઈ નુકસાનનાં સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો - Ahmedabad: નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની મોટી ઘટના, બે કર્મચારીના મોત

Tags :
AmreliBreaking News In GujaratiDhari Gir PanthakDiwali 2024earthquakeGandhinagar Seismology DepartmentGirGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiSavarkundla
Next Article