Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amreli : કૂવામાં પડી જતા બે વર્ષના નર સિંહનું મોત, ખુલ્લા કૂવાઓ બન્યા સિંહો માટે મોતના માંચડા

Amreli :  ગીરના સિંહ સંરક્ષણ વિસ્તાર સાથે જોડાયેલા લીલીયા તાલુકાના કણકોટ ગામમાં ફરી એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામની વાડી વિસ્તારમાં આવેલા એક ખુલ્લા કૂવામાં પડી જવાથી અંદાજે બે થી અઢી વર્ષના નર સિંહનું મોત નીપજ્યું છે. આ ઘટનાએ સિંહ પ્રેમીઓ અને પ્રકૃતિ રક્ષકોમાં ભારે રોષ અને ચિંતા ઉભી કરી છે, કારણ કે આ પ્રકારની આકસ્મિક મૃત્યુની ઘટનાઓ છેલ્લા સમયમાં વધી રહી છે.
amreli   કૂવામાં પડી જતા બે વર્ષના નર સિંહનું મોત  ખુલ્લા કૂવાઓ બન્યા સિંહો માટે મોતના માંચડા
Advertisement
  • Amreli : ગીર વિસ્તારમાં ફરી સિંહનું આકસ્મિક મોત: લુદરા-કણકોટ વાડીમાં ખુલ્લા કૂવામાં પડ્યો બે વર્ષનો નર સિંહ
  • ખુલ્લા કૂવાઓ બન્યા સિંહો માટે મોતના માંચડા : લીલીયા તાલુકામાં નવી દુઃખદ ઘટના
  • કણકોટ ગામમાં સિંહનું મોત: વન્ય પ્રાણીઓ માટે ખુલ્લા કૂવાઓને ઢાંકવાની માંગ ઉઠી
  • Amreli -લીલીયા પંથકમાં સિંહ સંરક્ષણ પર પ્રશ્ન: બે વર્ષના નર સિંહનું કૂવામાં પડીને મોત

Amreli :  ગીરના સિંહ સંરક્ષણ વિસ્તાર સાથે જોડાયેલા લીલીયા તાલુકાના કણકોટ ગામમાં ફરી એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામની વાડી વિસ્તારમાં આવેલા એક ખુલ્લા કૂવામાં પડી જવાથી અંદાજે બે થી અઢી વર્ષના નર સિંહનું મોત નીપજ્યું છે. આ ઘટનાએ સિંહ પ્રેમીઓ અને પ્રકૃતિ રક્ષકોમાં ભારે રોષ અને ચિંતા ઉભી કરી છે, કારણ કે આ પ્રકારની આકસ્મિક મૃત્યુની ઘટનાઓ છેલ્લા સમયમાં વધી રહી છે.

Amreli વન વિભાગે હાથ ધરી તપાસ

સ્થાનિક ખેડૂતોને કૂવામાં સિંહનો મૃતદેહ જોવા મળતાં તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, સિંહ શિકારની શોધમાં વાડી વિસ્તારમાં આંટા ફેરા મારી રહ્યો હતો ત્યારે ખુલ્લા કૂવામાં પડી ગયો હતો. કૂવો ઊંડો હોવાના કારણે સિંહ તેમાંથી બહાર નીકળી શક્યો નહીં અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. વન વિભાગની ટીમે મૃત નર સિંહના દેહને બહાર કાઢીને ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ અને અન્ય વિગતો સ્પષ્ટ થશે.

Advertisement

Advertisement

કરંટ-ખુલ્લા કુવા અને વાહન અકસ્માત

આ વિસ્તારમાં આ પહેલી એવી ઘટના નથી. થોડા સમય પહેલાં જ નજીકના વિસ્તારમાં એક માદા સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું હતું. તે સિવાય ગાડીની ટક્કરથી એક માદા સિંહણનું મોત નિપજ્યું હતું. આમ સતત આવી આકસ્મિક ઘટનાઓ બનતી હોવાથી સિંહ સંરક્ષણ સાથે જોડાયેલા કાર્યકરો અને પ્રકૃતિ પ્રેમી સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેઓનું કહેવું છે કે વાડી વિસ્તારોમાં ખુલ્લા કૂવાઓ વન્ય પ્રાણીઓ – ખાસ કરીને એશિયાટિક સિંહો માટે મોતના ખાડા સાબિત થઈ રહ્યા છે.

Amreli  : માનવસર્જિત જોખમો વધી રહ્યા છે

હાલમાં ગીર વિસ્તારમાં સિંહોની વસ્તી વધી રહી છે અને તેઓ શિકારની શોધમાં જંગલની બહાર ગામડાંઓ અને વાડી વિસ્તારોમાં આવી રહ્યા છે. આ સાથે જ ખુલ્લા કૂવા, ઇલેક્ટ્રિક ફેન્સિંગ, રસ્તા પર વાહનોની અડફેટ અને અન્ય માનવસર્જિત જોખમો વધી રહ્યા છે. સિંહ સંરક્ષણ કાર્યકરોએ તાત્કાલિક અસરથી તમામ ખુલ્લા કૂવાઓને મજબૂત જાળી, કવચ કે કન્ક્રીટ કવરથી ઢાંકવાની માંગ ઉઠાવી છે. તેઓનું કહેવું છે કે આવા સરળ પગલાં લેવાથી અનેક સિંહોના જીવ બચી શકે છે.

સિંહોને અકસ્માતથી બચાવવા માટે અભિયાન જરૂરી

વન વિભાગે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને આવા કૂવાઓની યાદી તૈયાર કરીને તેને સુરક્ષિત કરવાની કાર્યવાહી હાથ ધરવાનું આયોજન કરવું જોઈએ.  સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો પણ આ મુદ્દે સહયોગ આપવાને લઈને ક્યારેય ઈન્કાર કરશે નહીં. સિંહોની વસ્તીની આસપાસ રહેલા વિસ્તારમાં પાણી ભરેલા ખુલ્લા કુવા કે ખાડાઓની આસપાસ બાઉન્ડ્રી કરવી જરૂરી છે. જેથી સિંહોના અકસ્માતે થતાં મોતને રોકી શકાય.

આ પણ વાંચો-Bhavnagar : Bagdana Controversy માં સૌથી મોટા સમાચાર

અહેવાલ- જૈનિક સોજિત્રા, અમરેલી

Tags :
Advertisement

.

×