Amareli: કમોસમી વરસાદથી બાગાયતી પાકને થયુ નુકસાન, 27 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ
- અમરેલીમાં કમોસમી વરસાદથી બાગાયતી પાકને થયુ નુકસાન
- બાગાયતી પાકોને નુકસાન જતા જગતના તાત ચિંતાતુર બન્યા
- ખેડૂતોને તલ,મગ અને ડુંગળીના પાકમાં થયું છે મોટું નુકસાન
- 61 ગ્રામપંચાયતના ગામોમાં 27 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ
અમરેલી જીલ્લા (Amareli District)માં દસેક દિવસથી પડતા કમોસમી વરસાદ (unseasonal rains)થી વ્યાપક ખેતીપાક અને બાગાયતી પાકોને નુકશાનીને લઈને જગતના તાત ચિંતાતુર બન્યા છે ત્યારે ખેતીપાકો ને થયેલા નુકશાની માટે સરકાર દ્વારા આદેશ થતા અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ (Amreli District Agriculture Department) દ્વારા સર્વેની કામગીરી (Survey work) ઓ શરૂ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા (mareli District)માં કમોસમી વરસાદી (unseasonal rains) કહેરથી ખેડૂતોને મો માં આવેલો કોળિયો જૂટવાઈ ગયો હોવાનું અનુભૂતિ કરી રહ્યા છે તલ, મગ, ડુંગળીના પાકો નષ્ટ થઈ ગયા છે ત્યારે કેરીઓ ખરી પડી છે. જ્યારે ડુંગળી તો તૈયાર કરેલા પાથરા વરસાદમાં સાવ નષ્ટ થઈને દુર્ગંધ મારતી થઈ ગઈ છે. એક અઠવાડિયાથી અવિરત પણે સાવરકુંડલા તાલુકાને કમોસમી વરસાદે ઘમરોળ્યો હતો. ભર ઉનાળે 8 ઇંચ જેવા વરસાદથી ખેતીપાકોની હાલત ખરાબ થઈ જવા પામી છે.
કમોસમી વરસાદ (unseasonal rains) થી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ખેડૂતોના ખેતીપાકોની નુકશાનીઓ અંગે અમરેલી ખેતીવાડી વિભાગ (Amreli District Agriculture Department) દ્વારા ડુંગળી, તલ, કેરીના પાક સહિતના પાકોના નુકશાની સર્વે ટીમ દ્વારા ખેડૂતોના ખેતરોમાં જઈને સર્વે કામગીરીઓ હાથ ધરાઈ છે. ત્યારે ગામના સરપંચ ચેતન માલાણીએ પણ વ્યાપક ખેતીપાકોની નુકશાની અંગે હૈયાવરાળો વ્યક્ત કરી હતી.
અમરેલી જિલ્લા (ઓ)ના ત્રણ તાલુકામાં કમોસમી વરસાદમાં સૌથી વધુ સાવરકુંડલા તાલુકામાં 8 ઇંચ વરસાદથી ખેતીપાકોને નુકશાની સાથે કમોસમી વરસાદથી મુશ્કેલીમાં મુકાયેલા જગતના તાતના ખેતીપાકોના નુકસાનીના સર્વેની કામગીરી ઓમાં 61 ગ્રામપંચાયતના ગામોમાં 27 ટીમો દ્વારા સર્વેની કામગીરીઓ શરૂ કરવામાં આવી હોવાનું ખેતીવાડી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું
સાવરકુંડલાની 59 ગ્રામ પંચાયતો અને 61 ગામડાઓમાં સર્વેની કામગીરીઓ 27 ટીમો દ્વારા ચાલી રહી છે જ્યારે મોટા ગામો હોવાથી ઝડપથી ખેડૂતોના સર્વે થઈને સરકારમાં રિપોર્ટ સુપ્રત કરાયા બાદ ખેડૂતોને આર્થિક સહાય મળે તેવા ખેતીવાડી વિભાગ દ્વારા ઝડપથી સર્વે ટીમો કામે વળગી છે.
આ પણ વાંચોઃ Gandhinagar: GPSCમાં ઈન્ટરવ્યૂ પદ્ધતિ મામલો, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઈન્ટરવ્યૂ રદ્દ