Amreli: પરિવારમાં આક્રંદ
પરિવારના જણાવ્યા અનુસાર ગત 16 ફેબ્રુઆરીના રોજ દેવીપૂજક સમાજ (Devipujak Samaj)ની હનીબેન હરેશભાઈ મુંદરીયા નામની મહિલાને ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે 19 ફેબ્રુઆરીએ મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થઈ ગયુ. પરિવારનો ગંભીર આક્ષેપ છે કે ડોક્ટરોની ઘોર બેદરકારીને કારણે સર્જરી દરમિયાન મહિલાની કોઈ નસ (Nerve/Vein) કાપી નાખી. જો કે સાચુ કારણ રિપોર્ટમાં આવી શકે છે. હાલ તો પરિવારના આક્રંદથી હોસ્પિટલમાં આક્રંદ છવાઈ ગયો છે.
![amreli women death_gujaratfirst 22]()
Amreli: ડોક્ટરો પર બેદરકારીના આરોપ
બીજી તરફ મૃતક મહિલાના પતિ અને સંબંધીઓએ ડોક્ટરો સામે ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે. મૃતદેહને ભાવનગર (Bhavnagar) ફોરેન્સિક પીએમ (Forensic PM) માટે મોકલવામાં આવી હતી, પરંતુ રિપોર્ટ આવવામાં થઈ રહેલા વિલંબને કારણે પરિવારનો ધીરજ ખૂટી છે. મૃતદેહને સ્વીકારવાનો પરિવારે સાફ ઇન્કાર કરી દીધો છે. "જ્યાં સુધી ફોરેન્સિક રિપોર્ટ (Forensic Report) નહીં આવે અને ગુનેગારો સામે કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી," તેમ કહી પરિવારે હોસ્પિટલના પટાંગણમાં જ બેસી ગયા છે.
સુપરિન્ટેન્ડેન્ટે આપી પ્રતિક્રિયા
પરિવારના ભારે વિરોધ બાદ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.આર.એમ જીત્યાની પ્રતિક્રિયા સામે આવી છે. 16 ફેબ્રુઆરીએ કહ્યું મૃતક હનીબેન હરેશભાઈ મુંદરીયાને પેટના દુખાવા અને બ્લીડિંગ સાથે OPDમાં દાખલ કરાયા હતા. 17 ફેબ્રુઆરીએ હિસ્ટરેક્ટોમી ઓપરેશન બાદ વધુ તબિયત બગડતા ICUમાં ખસેડાયા હતા. જ્યાં ફરી ઓપરેશન કરી લોહીનો સ્ત્રાવ બંધ કરાયો હતો. તેમની તબિયત બે દિવસ સ્થિર રહી. જો કે 19 ફેબ્રુઆરી સાંજે અચાનક તબિયત ગંભીર થઈ ગઈ. જેથી રાત્રે 10:30 વાગ્યે મોત થયું. પોલીસને જાણ કરાઈ છે. સાથે જ એડી નોંધાઈ લેવાઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે.
ઘટનાઓનું કરૂણ પુનરાવર્તન
દુઃખની વાત એ છે કે, આ ઘટના કોઈ નવી નથી. થોડા દિવસો પહેલા જ ભાવનગર (Bhavnagar) ની જાણીતી 'પરિવાર હોસ્પિટલ' (Parivar Hospital) માં પણ ઉષાબા પ્રહલાદસિંહ ગોહિલ (Ushaba Prahladsinh Gohil) નામની મહિલાનું ગર્ભાશયના ઓપરેશન બાદ મોત થયું હતું. તે કિસ્સામાં પણ ડો. મલય મકવાણા (Dr. Malay Makwana) પર બેદરકારીના ગંભીર આક્ષેપો લાગ્યા હતા. એક પછી એક બનતી આવી ઘટનાઓ તબીબી સેવાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચોઃ Bhavnagar: "સામાન્ય દુખાવો છે" કહી ડોક્ટરે ઘરે મોકલ્યા ને મહિલાનું મોત, પરિવારના ગંભીર આક્ષેપ
આ પણ વાંચોઃ Rajkot: 'ડોક્ટરે 4 લાખ લીધા પણ સારું ન થયુ' કેન્સરગ્રસ્ત પિતાની સારવાર કરનાર ડોક્ટર પર પરિવારનો આરોપ