Amreli : ગઈકાલે નરભક્ષી સિંહણે 5 વર્ષનાં બાળકને ફાડી ખાધો! આજે થયા આવા હાલ
- જાફરાબાદનાં જીકાદ્રી ગામે નરભક્ષી સિંહણનો મામલો (Amreli)
- ગઇકાલે ઢળતી સંઘ્યાએ 5 વર્ષનાં બાળકને સિંહણે ફાડી ખાધો હતો
- ખાંભાનાં મોટા બારમાણ નજીકથી સિંહણ પાંજરે પુરાઇ
- 24 કલાકની મહેનત બાદ વનવિભાગે નરભક્ષી સિંહણને ટ્રાગ્યુલાઈજ કરી પાંજરે પૂરી
અમરેલી (Amreli) જિલ્લામાંથી અવારનવાર સિંહણનાં હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગઈકાલે વધુ એક એવી જ ઘટના બની હતી. જાફરાબાદનાં (Jafarabad) જીકાદ્રી ગામે નરભક્ષી સિંહણ 5 વર્ષનાં માસૂમ બાળકને ફાડી ખાધો હતો. આ મામલે વનવિભાગને જાણ થતાં ટીમે નરભક્ષી સિંહણને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી. આજે ખાંભાનાં મોટા બારમાણ નજીકથી સિંહણ પાંજરે પુરાઇ છે.
આ પણ વાંચો - Botad : સામાજિક અગ્રણી ધરમશી મોરડિયાની હત્યાથી હડકંપ! આવતીકાલે નીકળશે અંતિમ યાત્રા
ગઇકાલે 5 વર્ષનાં બાળકને સિંહણે ફાડી ખાધો હતો
અમરેલી (Amreli) જિલ્લાનાં જાફરાબાદના જીકાદ્રી ગામે (Jikadri Village) ગઈકાલે નરભક્ષી સિંહણે ઢળતી સંઘ્યાએ 5 વર્ષનાં બાળક પર હુમલો કર્યો હતો અને ફાડી ખાદ્યો હતો. આ ગોઝારી ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ દોડતી થઈ હતી અને નરભક્ષી સિંહણને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી હતી. ઘટનાનાં 24 કલાક સુધી વનવિભાગે જહેમત ઉઠાવી નરભક્ષી સિંહણને (lioness Attack) પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે.
આ પણ વાંચો - Kadi : શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની હાજરી, કહી આ વાત!
નરભક્ષી સિંહણને ટ્રાગ્યુલાઈજ કરી પાંજરે પૂરી
માહિતી મુજબ, વનવિભાગની ટીમે (Forest Department) નરભક્ષી સિંહણને ટ્રાગ્યુલાઈજ કરીને પાંજરે પૂરી છે. જાફરાબાદ રેંજ અને ખાંભા રેંજનાં સંયુક્ત ઓપરેશન હેઠળ સિંહણને પકડવામાં સફળતા મળી છે. આખરે નરભક્ષી સિંહણ પાંજરે પુરાઇ જતાં જીકાદ્રી ગામનો લાકો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.
આ પણ વાંચો - Ahmedabad : નકલી જજને કોર્ટમાં રજૂ કરાયો, આરોપીએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!