Amritsar Accident : Tipper Truck બેકાબુ બનીને પલટ્યો, બે કાર ચદગાઇ
- Amritsar Accident ની ગમખ્વાર ઘટના સામે આવી છે
- ટ્રક પલટી ખાઇ જતા બે કાર ચગદાઇને ક્ષતિગ્રસ્ત થઇ
- સમગ્ર ઘટનામાં બેના મોત અને ત્રણ ઘાયલ થયા - સુત્ર
- ઘટનાને પગલે પોલીસ સ્થળ પર દોડી આવી હતી
Amritsar Accident : આજે બપોરે 12 વાગ્યાની આસપાસ અમૃતસરના વેસ્ટર્ન વિલા બાયપાસ સામે એક મોટો માર્ગ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. રેતી ભરેલી ટીપર ટ્રકનો કાબુ ગુમાવડા, ડિવાઇડર પર ચઢી ગઈ અને બાદમાં પલટી ગઈ હતી. આ અકસ્માત નજીકની ત્રણ કાર અને નજીકમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી. ટીપર ત્રણ કાર પર પલટી ગયું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે કારને ભારે નુકસાન થયું છે, આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, અને ત્રણથી વધુ ઇજાગ્રસ્ત હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો ------- India : તેલ સંકટથી બચવા ભારતનો 'માસ્ટર પ્લાન' તૈયાર, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય તો પણ નહીં અટકે સપ્લાય
Amritsar Accident, ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ
સમગ્ર ઘટના અંગે એડીસીપી અમનદીપ કૌરે જણાવ્યું કે, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, અને ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા શ્રી ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમણે સ્પષ્ટતા કરી કે, હજુ સુધી કોઈના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘાયલોની સંખ્યા અને સ્થિતિ અંગેની માહિતી ચકાસણી પછી જ શેર કરવામાં આવશે.
Amritsar Accident, ચાલક નાસી છુટ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર, બે લોકોના મોતની આશંકા છે, જોકે પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી. અકસ્માત બાદ ટીપર ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, અને તેની શોધ ચાલી રહી છે. વાહનના દસ્તાવેજો અને અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
મેળાના કારણે ટ્રાફિક વધ્યો
પોલીસે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવાને પ્રાથમિકતા આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આનંદપુર સાહિબમાં મેળાને કારણે, આ દિવસોમાં હાઇવે પર ટ્રાફિક વધી ગયો છે. આવી સ્થિતિમાં, ટ્રાફિક સુગમ રાખવો અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ પોલીસની પહેલી પ્રાથમિકતા છે.
આ પણ વાંચો ------- PM Modi CCS Meeting : ખૌમેનીના મોત બાદ દુનિયામાં ખળભળાટ, દિલ્હીમાં પીએમ મોદીની ઈમરજન્સી મીટિંગ


