Viral : ચાલુ મુસાફરીમાં પ્લેનમાં પાવર બેન્કમાં આગ, લોકોના જીવ અદ્ધર થયા
- એમ્સ્ટરડેમ જઇ રહેલા પ્લેનમાં આગ બાદ ધૂમાડો ઘેરાયો
- મુસાફરોએ ગુંગળામણથી બચવા મોઢું ઢાંક્યુ
- ફ્લાઇટના સ્ટાફે તુરંત સાવચેતીના પગલાં ભરતા સ્થિતી પર કાબુ મેળવ્યો
Viral : તાજેતરમાં એમ્સ્ટરડેમ (Amsterdam Flight Fire) જઈ રહેલા KLM બોઇંગ વિમાનમાં અચાનક આગ લાગી હતી, અને ઉપરના લોકરમાં ધુમાડો ભરાઈ ગયો હતો (Power Bank Fire In Flight), જેને પગલે હોબાળો મચી ગયો હતો. આ ઘટના પછી મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, અને તમામે ધુમાડાથી બચવા માટે પોતાના ચહેરા ઢાંકી દીધા હતા. આ ઘટના લેન્ડિંગના લગભગ ચાર કલાક પહેલા બની હતી, ઘટના સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મુસાફરોના જીવ અદ્ધર હોય તેવું જણાઇ રહ્યું છે.
પ્લેન એમ્સ્ટરડેમમાં સુરક્ષિત રીતે ઉતર્યું
આ ઘટના અંગે, પ્લેનમાં સવાર એક મુસાફરે તેને પોતાના જીવનની સૌથી તણાવપૂર્ણ મુસાફરી પૈકીની એક ગણાવી હતી. તેણે કહ્યું કે, ધુમાડો એટલો બધો હતો કે, તેણે ઓશીકાથી નાક ઢાંકવું પડ્યું હતું. જોકે, આ ઘટના પછી પ્લેન એમ્સ્ટરડેમમાં સુરક્ષિત રીતે ઉતર્યું અને કોઈ જાનહાનિ થઈ નથી.
એરલાઈને શું કહ્યું ?
આ ઘટના બાદ, એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પાવર બેંક બળી જવાને કારણે વિમાનનું કેબિન ધુમાડાથી ભરાઈ ગયું (Power Bank Fire In Flight) હતું. ક્રૂએ તાત્કાલિક નિર્ધારિત સલામતી પ્રક્રિયાઓને અનુસરીને જરૂરી પગલાં લીધાં હતા.વ્યાપક સલામતી સમીક્ષા પછી, એલલાયન્સ વિમાનમાં પાવર બેંકનો ઉપયોગ કરવાના જોખમને ઘટાડવા માટે કડક અભિગમ અપનાવી રહી છે. તાજેતરના વર્ષોમાં પાવર બેંકનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે, જેના પરિણામે ઉડ્ડયન ઉદ્યોગમાં ફ્લાઇટ દરમિયાન લિથિયમ બેટરી સાથે સંકળાયેલી ઘટનાઓમાં વધારો થયો છે."
આગ લાગવાનું જોખમ રહેલું છે
તમને જણાવી દઈએ કે, જે પાવર બેંકમાં લિથિયમ-આયન બેટરી હોય છે, જેને કેરી-ઓન સામાનમાં લઈ જવાની મંજૂરી છે. પરંતુ જો તે વધુ ગરમ થાય તો તેમાં આગ (Power Bank Fire In Flight) લાગવાનું જોખમ રહેલું છે. ફોન અને લેપટોપ જેવા ઉપકરણોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી લિથિયમ બેટરીને કારણે વિમાનોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. કેટલીક એરલાઈન્સે ફ્લાઇટ દરમિયાન પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. અમીરાતે તાજેતરમાં 1 ઓક્ટોબર, 2025 થી ફ્લાઇટમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી, જોકે મુસાફરો હજુ પણ તેનો ઉપયોગ કર્યા વિના તેને પ્લેનમાં લાવી શકે છે.
આ પણ વાંચો ----- First marriage in space: દુલ્હન સ્પેસમાં, દુલ્હન ટેક્સાસમાં, રશિયન કપલના લગ્ન? જાણો ક્યાં મનાવી સુહાગરાત?