Amul ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ : હવે સિમેન ડોઝ માત્ર 25 રૂપિયામાં
Amul : નવા વર્ષની શરૂઆતમાં જ અમૂલ ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. પ્રથમ બોર્ડ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ, અમૂલ દ્વારા આપવામાં આવતા સેક્સ્ડ સિમેન (સેક્સ સોર્ટેડ સિમેન) ડોઝના ભાવમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી દિવસોથી આ ડોઝ માત્ર 25 રૂપિયામાં પશુપાલકોને ઉપલબ્ધ થશે, જે અગાઉ 50 રૂપિયામાં મળતો હતો.
Advertisement
- Amul નો મહત્વનો નિર્ણય : સેક્સ સિમેન ડોઝ 50થી ઘટીને 25 રૂપિયે, પશુપાલકોમાં ખુશી
- નવા વર્ષે પશુપાલકોને રાહત : અમૂલે સેક્સ સિમેનના ભાવ અડધા કર્યા
- 85% પાડી જન્મની શક્યતા : અમૂલના સેક્સ સિમેન ડોઝ હવે 25 રૂપિયામાં ઉપલબ્ધ
- પ્રથમ બોર્ડ બેઠકમાં મોટી જાહેરાત : અમૂલે પશુપાલકોના હિતમાં ઘટાડ્યા સિમેન ભાવ
- 2021થી 10 લાખ ડોઝનો ઉપયોગ : અમૂલની સેક્સ સિમેન યોજનામાં વધુ રાહત
આણંદ : નવા વર્ષની શરૂઆતમાં જ અમૂલ ડેરીએ (Amul Dairy ) પશુપાલકોને મોટી ભેટ આપી છે. પ્રથમ બોર્ડ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ, અમૂલ દ્વારા આપવામાં આવતા સેક્સ્ડ સિમેન (સેક્સ સોર્ટેડ સિમેન) ડોઝના ભાવમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી દિવસોથી આ ડોઝ માત્ર 25 રૂપિયામાં પશુપાલકોને ઉપલબ્ધ થશે, જે અગાઉ 50 રૂપિયામાં મળતો હતો.

