Amul New Price: અમૂલે 700 પ્રોડકટસના ભાવમાં કર્યો ઘટાડો, 22 સપ્ટેમ્બરથી થશે નવા ભાવનો અમલ , પનીર,ઘી,બટરના ભાવ જાણો!
- Amul New Price: અમૂલે 700 પ્રોડકટસના ભાવમાં કર્યો ઘટાડો
- 22 સપ્ટેમ્બરનથી નવા ભાવનો થશે અમલ
- GCMMFએ શનિવારે મોટી જાહેરાત કરી છે
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને (GCMMF) શનિવારે મોટી જાહેરાત કરી છે. અમૂલે ઘી, બટર આઈસ્ક્રીમ, બેકરી ઉત્પાદનો અને ફ્રોઝન નાસ્તા સહિત તેના 700 થી વધુ પેકેજ્ડના ભાવમાં ઘટાડો કર્યો છે.આ ભાવનો અમલ 22મી સપ્ટેમ્બરના રોજથી થશે. GCMMF એ જણાવ્યું હતું કે, ભાવમાં ઘટાડો માખણ, ઘી, UHT દૂધ, આઈસ્ક્રીમ, ચીઝ, ચોકલેટ, બેકરી ઉત્પાદનો, ફ્રોઝન ડેરી અને બટાકાના નાસ્તા, કન્ડેન્સ્ડ મિલ્ક, પીનટ સ્પ્રેડ, માલ્ટ આધારિત પીણાં વગેરે જેવા ઉત્પાદનો પર લાગુ કરવામાં આવ્યો છે. અમૂલ બટર (100 ગ્રામ) ની MRP 62 રૂપિયાથી ઘટાડીને 58 રૂપિયા કરવામાં આવી છે. અમૂલ ઘીની કિંમત 40 રૂપિયા ઘટાડીને 610 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.
Amul announces its revised price list of more than 700 products, offering the full benefit of GST reduction to its customers, effective 22nd September 2025, the date the revised GST rates come into effect.
This revision is across the range of product categories like Butter,… pic.twitter.com/vyTfV21FKY
— ANI (@ANI) September 20, 2025
Amul New Price: અમૂલે ગ્રાહકોને આપ્યો મોટો ફાયદો
નોંધનીય છે કે અમૂલના પ્રોસેસ્ડ ચીઝ બ્લોક (1 કિલો) ની MRP ₹30 ઘટાડીને ₹545 પ્રતિ કિલો કરવામાં આવી છે. ફ્રોઝન પનીર (200 ગ્રામ) ની નવી MRP 22 સપ્ટેમ્બરથી લાગુ પડતા વર્તમાન ₹99 થી ₹95 થશે. GCMMF એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમૂલ પ્રોડકટના ભાવ ઘટાડાથી ડેરી ઉત્પાદનો, ખાસ કરીને આઈસ્ક્રીમ, ચીઝ અને માખણની વિશાળ શ્રેણીનો વપરાશ વધશે. ભારતમાં માથાદીઠ વપરાશ હજુ પણ ખૂબ ઓછો હોવાથી, તે નોંધપાત્ર વૃદ્ધિની તકો ઊભી કરશે.
Amul New Price ની જાહેરાત GCMMFએ
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) 36 લાખ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે GST દરમાં ઘટાડો તેના ડેરી ઉત્પાદનોની માંગમાં વધારો કરશે, જેના કારણે તેના વ્યવસાયમાં વૃદ્ધિ થશે. અગાઉ, મધર ડેરીએ પણ ૨૨ સપ્ટેમ્બરથી તેના ઉત્પાદનો પર ભાવ ઘટાડાની જાહેરાત કરી હતી. જો કે, બંને કંપનીઓએ ડબલ ટોન્ડ મિલ્ક, ટોન્ડ મિલ્ક, ફુલ ક્રીમ મિલ્ક, ગાયનું દૂધ અને ભેંસના દૂધના ભાવ ઘટાડ્યા નથી, કારણ કે આ ઉત્પાદનો પહેલાથી જ 5% અથવા શૂન્ય GST શ્રેણી હેઠળ હતા.
Amul New Price થી ડેરીના ઉત્પાદનોની માંગમાં થશે વધારો
અમુલે તેના વિતરકો, અમુલ પાર્લર અને રિટેલર્સને ભાવ ઘટાડા અંગે પહેલાથી જ જાણ કરી દીધી છે. કંપનીએ જણાવ્યું હતું કે તેનું માનવું છે કે ભાવ ઘટાડાથી વિવિધ પ્રકારના ડેરી ઉત્પાદનો, ખાસ કરીને આઈસ્ક્રીમ, ચીઝ અને માખણનો વપરાશ વધશે. ભારતમાં માથાદીઠ વપરાશ હજુ પણ ખૂબ ઓછો છે, જેનાથી નોંધપાત્ર વૃદ્ધિની તકો ઊભી થાય છે. ભાવ ઘટાડાથી તેના ડેરી ઉત્પાદનોની માંગમાં વધારો થશે, જેનાથી તેના વ્યવસાયમાં વૃદ્ધિ થશે.
આ પણ વાંચો: H1B વિઝા ફી વધારા પર ભારત સરકારે આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું.....


