ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana : ફડાકડા ફોડવા બાબતે પાડોશી વચ્ચેના ઝઘડામાં વૃદ્ધાનું મોત

મહેસાણામાં ફટાકડા ફોડવાને લઈને બબાલ બે પાડોશી વચ્ચેની માથાફૂટમાં વૃદ્ધાનું મોત વાઈડ એંગલ નજીક અભિનવ બંગ્લોઝની ઘટના બંને તરફે ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી સુધાબેન રાણા નામની 66 વર્ષીય વૃદ્ધાનું મોત ઝપાઝપી અને મારામારી દરમિયાન વૃદ્ધા પડી ગયા પડી...
08:02 AM Nov 03, 2024 IST | Vipul Pandya
મહેસાણામાં ફટાકડા ફોડવાને લઈને બબાલ બે પાડોશી વચ્ચેની માથાફૂટમાં વૃદ્ધાનું મોત વાઈડ એંગલ નજીક અભિનવ બંગ્લોઝની ઘટના બંને તરફે ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી સુધાબેન રાણા નામની 66 વર્ષીય વૃદ્ધાનું મોત ઝપાઝપી અને મારામારી દરમિયાન વૃદ્ધા પડી ગયા પડી...
Mehsana

Mehsana : મહેસાણા (Mehsana)માં દિવાળીના તહેવારોમાં જ પાડોશીઓ વચ્ચેના ઝઘડામાં વૃદ્ધાનું મોત થયું હોવાનો બનાવ બન્યો છે. પાડોશીઓ વચ્ચે ફટાકડા ફોડવા બાબતે થયેલા ઝઘડામાં વૃદ્ધાનું મોત થયું છે. આ બનાવમાં બંને તરફથી ફાયરિંગ પણ થયું હોવાના અહેવાલ છે.

અભિનવ બંગ્લોઝની આ ઘટના

મહેસાણામાં દિવાળીના તહેવારમાં જ ફટાકડા ફોડવાને લઈને બબાલ થતાં પોલીસ તંત્રમાં દોડધામ થઇ ગઇ છે. મહેસાણામાં વાઈડ એંગલ નજીક અભિનવ બંગ્લોઝની આ ઘટના છે જ્યાં બે પાડોશી વચ્ચે ફટાકડા ફોડવા બાબતે માથાફૂટ થઇ છે અને તેમાં વૃદ્ધાનું મોત થયું છે. બંને તરફે ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

આ પણ વાંચો----VADODARA : સામ-સામે બાઇક અથડાતા ત્રણના મોત

સુધાબેન રાણા નામની 66 વર્ષીય વૃદ્ધાનું મોત

મળી રહેલી માહિતી મુજબ આ બનાવમાં સુધાબેન રાણા નામની 66 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે. માથાકૂટ દરમિયાન થયેલી ઝપાઝપી અને મારામારી દરમિયાન વૃદ્ધા પડી ગયા હતા અને તેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

પોલીસે તપાસ શરુ કરી

ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં મહેસાણા બી ડિવિઝન PI અને DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હોવાનુંજાણવા મળે છે.

આ પણ વાંચો----અંકલેશ્વરમાં લાકડાના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી

Tags :
Abhinav Bungalowselderly woman diedfight between neighborsFirecrackersGujaratGujarat FirstMehsanaMehsana Police
Next Article