ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Daman Diu : ફોર્મ ભરવા ગયેલા અપક્ષ ઉમેદવારે સૌને ચોંકાવ્યા...!

Daman Diu Lok Sabha seat : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ હવે જામી ચુક્યો છે. પહેલા , બીજા અને ત્રીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારો ફોર્મ ભરીને પ્રચારમાં લાગી ગયા છે ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક ( Daman...
07:50 PM Apr 16, 2024 IST | Vipul Pandya
Daman Diu Lok Sabha seat : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ હવે જામી ચુક્યો છે. પહેલા , બીજા અને ત્રીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારો ફોર્મ ભરીને પ્રચારમાં લાગી ગયા છે ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક ( Daman...
DAMAN DIU LOKSABHA SEAT

Daman Diu Lok Sabha seat : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ હવે જામી ચુક્યો છે. પહેલા , બીજા અને ત્રીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારો ફોર્મ ભરીને પ્રચારમાં લાગી ગયા છે ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક ( Daman Diu Lok Sabha seat) પર પણ ઉમેદવારીપત્રો ભરાઇ રહ્યા છે. દમણ દીવ લોકસભા બેઠક પર આજે એક અપક્ષ ઉમેદવાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ અપક્ષ ઉમેદવારે લોકો પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો અને એકત્ર થયેલા સિક્કા અને નોટોને ટોપલાંમાં ભરીને ટોપલું માથે મુકી તેઓ ચૂંટણી અધિકારી સમક્ષ આવ્યા હતા અને ફોર્મ ભરવાની સાથે આ ફાળામાંથી ડિપોઝીટ ભરી હતી.

અપક્ષ ઉમેદવારે અનોખી રીતે ઉમેદવારીપત્ર ભરીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા

લોકસભાની ચૂંટણીમાં અવનવા રંગ જોવા મળતાં હોય છે. આવો જ એક રંગ આજે રાજ્યની પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર જોવા મળ્યો હતો. આ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રો ભરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. અત્યાર સુધી ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું છે. જોકે આજે એક અપક્ષ ઉમેદવારે અનોખી રીતે ઉમેદારીપત્ર ભરીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા.

ઉમેશ પટેલ નામના એક અપક્ષ ઉમેદવારે ફાળો ઉઘરાવ્યો

આ બેઠક પર ઉમેશ પટેલ નામના એક અપક્ષ ઉમેદવારે લોકો પાસે ફંડ ફાળો ઉઘરાવી એકઠા થયેલા રોકડા રૂપિયાના સિક્કા અને નોટોને ટોપલામાં ભરી માથે ટોપલું ઉપાડી તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ તે રજૂ કરી ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા હતા.

ઉમેશ પટેલ દમણના યુથ એક્શન ફોર્સ નામની એક સંસ્થાના પ્રમુખ છે

ઉમેશ પટેલ દમણના યુથ એક્શન ફોર્સ નામની એક સંસ્થાના પ્રમુખ છે અને આ પ્રદેશમાં જાણીતો યુવા ચહેરો છે. 2019 માં પણ આ બેઠક પર ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારોની સામે તેઓએ ઉમેદવારી કરી હતી .આથી આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં ઉમેશ પટેલને 24% જેટલા મત મળ્યા હતા. આ વખતે પણ તેઓએ અપક્ષ ઉમેદવારી કરી છે.

લોકો પાસેથી 63 હજાર થી વધુ રૂપિયાનો ફાળો મળ્યો

જોકે આ આ વખતે તેઓએ આ ચૂંટણી લડવા ઘરે ઘરે ફરી અને લોકો પાસે ફાળો ઉઘરાવ્યો હતો. હાથમાં ફાળો ઉઘરાવવાનો ગલ્લો લઈ અને તેઓ ઘર ઘર ફર્યા હતા અને લોકો પાસે ચૂંટણી લડવાના આશીર્વાદરૂપે એક એક રૂપિયો ફાળા તરીકે આશીર્વાદ માગ્યા હતા. આથી ઉમેશ પટેલને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો. જેના ભાગરૂપે તેમને લોકો પાસેથી 63 હજાર થી વધુ રૂપિયાનો ફાળો મળ્યો હતો.

ઉમેશ પટેલ ફાળા ભરેલી ટોપલીને માથા પર મુકી ચૂંટણી અધિકારી સમક્ષ ગયા

આજે લોકો પાસેથી મળેલા આ ફાળાને એક ટોપલીમાં ભરી તેઓ એ એક સભા સંબોધી હતી અને ત્યારબાદ લોકો પાસે થી મળેલા ફાળા ભરેલી ટોપલીને ઉમેશ પટેલ અને તેમના પરિવારના સભ્યોએ માથા પર રાખી દમણ કલેક્ટર કચેરી જઈ ચૂંટણી અધિકારી સમક્ષ તે રજૂ કરી અને ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા તેઓએ ડિપોઝિટ તરીકે એક એક રૂપિયાના 4 હજાર સિક્કા અને નોટો મળી 25 હજાર રૂપિયા ડિપોઝિટ તરીકે ભરી અને ઉમેદવારી પત્ર ભર્યું હતું.

આ વખતે પણ ઉમેશ પટેલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે માથાનો દુખાવો

આમ આ બેઠક પર આ વખતે ઉમેશ પટેલની અપક્ષ ઉમેદવારીને કારણે દમણ દીવ લોકસભા બેઠક પર ત્રિકોણીય જંગ ખેલાઈ રહ્યો છે. આથી ગઈ વખતે પણ ઉમેશ પટેલે અપક્ષ ઉમેદવારી કરી ભાજપ કોંગ્રેસના રાજકીય સમીકરણો બગાડ્યા હતા. અને આ વખતે તેઓ ઘરે ઘરે જઈ અને ઉઘરાવેલા પૈસાની ડિપોઝિટ ભરી અને ચૂંટણી લડી રહ્યા છે આથી આ વખતે પણ ઉમેશ પટેલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. લોકો પાસેથી ઉઘરાવેલા ફાળા દ્વારા ચૂંટણી લડી રહેલા ઉમેશ પટેલની ઉમેદવારી સમગ્ર પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ પણ વાંચો------ Gujarat Politics : કોંગ્રેસના નેતાઓ ભાવુક થયા તો BJP નેતાએ કર્યો કટાક્ષ! કહ્યું- જનતાને આસું..!

આ પણ વાંચો---- Amreli : જેની ઠુમ્મર અને પિતા થયા ભાવુક, વીરજી ઠુમ્મરે કહ્યું – 2009 માં દીકરીને સાસરીએ વળાવી આજે..!

આ પણ વાંચો---- Congress : 2 દિવસમાં કોંગ્રેસના 3 ઉમેદવારો થયા ભાવુક

Tags :
DamanDaman Diu Lok Sabha seatDiudonationsGujarat Firstindependent candidateLoksabha Elections 2024voters
Next Article