Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand : બહુચર્ચિત દીપુ પ્રજાપતિ દુષ્કર્મ કેસમાં 4 આરોપીની સાપુતારાથી ધરપકડ

પોલીસ આરોપીઓનાં રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરી શકે છે.
anand   બહુચર્ચિત દીપુ પ્રજાપતિ દુષ્કર્મ કેસમાં 4 આરોપીની સાપુતારાથી ધરપકડ
Advertisement
  1. Anand નાં દીપુ પ્રજાપતિ દુષ્કર્મ કેસમાં વધુ 4 ની ધરપકડ
  2. બાતમીના આધારે પોલીસે સાપુતારાથી 4 આરોપીને ઝડપ્યા
  3. પોલીસ આરોપીઓને કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માગ કરશે

આણંદમાં (Anand) બહુચર્ચિત પૂર્વ કાઉન્સિલર દીપુ પ્રજાપતિ દુષ્કર્મ કેસમાં (Deepu Prajapati Rape Case) મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં પોલીસે વધુ ચાર આરોપીઓની અટકાયત કરી છે. બાતમીનાં આધારે આણંદ પોલીસે (Anand Police) સાપુતારાથી ચાર આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ આરોપીઓનાં રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરી શકે છે. જો કે, મુખ્ય આરોપી દીપુ પ્રજાપતિ હાલ પણ પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચો -Anand : ન.પા. કાઉન્સિલરની મુશ્કેલીઓ વધી! BJP એ કરી આ કડક કાર્યવાહી!

Advertisement

સાપુતારાથી વધુ 4 આરોપીઓની અટકાયત કરી

આણંદમાં (Anand) નગરપાલિકાનાં વોર્ડ નંબર 6 નાં પૂર્વ કાઉન્સિલર દિલીપ ઉર્ફે દીપુ ગોરધનભાઇ પ્રજાપતિ વિરુદ્ધ દુષ્કર્મનાં પ્રયાસ સહિતનાં ગંભીર આરોપ થયા છે. આ કેસમાં પોલીસે બાતમીનાં આધારે સાપુતારાથી (Saputara) 4 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપ છે કે, ઘટના બાદ દીપુ પ્રજાપતિને છોડાવવા માટે રાયોટિંગ કરવા અંગે ફરિયાદમાં હતા. માહિતી મુજબ, બાતમી મળતા પોલીસની એક ટીમ સાપુતારા ગઈ હતી, જ્યાં આરોપીઓની અટકાયત કરાઈ હતી. આણંદ પોલીસે (Anand Police) ચારેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Nadiad: પોલીસ કર્મચારીએ ખાખીને લગાડ્યો દાગ! નડિયાદ પોલીસે નોંધી દુષ્કર્મની ફરિયાદ

આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરાશે!

માહિતી છે કે, પોલીસ ઝડપેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરશે. જો કે, આ કેસમાં મુખ્ય આરોપી દીપુ પ્રજાપતિ (Deepu Prajapati Rape Case) હાલ પણ પોલીસ પકડથી દૂર છે. ફોન સ્વીચ ઓફ કરી દીપુ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. દીપુ પ્રજાપતિને પકડવા માટે SOG, LCB સહિત ત્રણ ટીમ કામે લાગી છે. જ્યારે, આ કેસમાં અન્ય બે આરોપીઓના નામ સામે આવતા તેમની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.\

ઝડપાયેલા 4 આરોપીઓના નામ :

> સોહિલબેગ મહેબુબબેગ મિર્ઝા (ઉ.વ.32)
> રમીઝભાઇ ઉર્ફે બોખો રફિકભાઇ મલેક (ઉ.વ.31)
> સહેજાદ ઉર્ફે બબુ સલીમભાઇ મેમણ (ઉ.વ.32)
> સદ્દામમીયા ઉર્ફે તોસીફ યાસીનમીયા મલેક (ઉ.વ.33)

આ પણ વાંચો - Ahmedabad: ‘પોલીસ બાપ છે બીજું કોઈ...’ હત્યાના આરોપીઓની શાન આવી ઠેકાણે

Tags :
Advertisement

.

×