Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anand : પ્લાસ્ટિકની કંપનીમાં ગઈકાલે લાગી ભીષણ આગ, ફાયર વિભાગને લઈને પણ ચોંકાવનારા ખુલાસા

આણંદનાં ગોપાલપુરા નજીક પ્લાસ્ટિકની સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં આગ ફાયરનાં 4 કર્મચારી દાઝ્યા, એક કર્મચારી ICU માં એડમિટ સત્યેન્દ્ર પેકેજિંગ પાસે ન હતું ફાયર વિભાગનું NOC આણંદ ફાયર વિભાગે પાસે નથી એકપણ કાયમી કર્મચારી! આણંદનાં (Anand) ગોપાલપુરા નજીક આવેલી પ્લાસ્ટિકની...
anand   પ્લાસ્ટિકની કંપનીમાં ગઈકાલે લાગી ભીષણ આગ  ફાયર વિભાગને લઈને પણ ચોંકાવનારા ખુલાસા
  1. આણંદનાં ગોપાલપુરા નજીક પ્લાસ્ટિકની સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં આગ
  2. ફાયરનાં 4 કર્મચારી દાઝ્યા, એક કર્મચારી ICU માં એડમિટ
  3. સત્યેન્દ્ર પેકેજિંગ પાસે ન હતું ફાયર વિભાગનું NOC
  4. આણંદ ફાયર વિભાગે પાસે નથી એકપણ કાયમી કર્મચારી!

આણંદનાં (Anand) ગોપાલપુરા નજીક આવેલી પ્લાસ્ટિકની કંપની સત્યેન્દ્ર પેકેજિંગમાં (Satyendra Packaging) ગઈકાલે રાતે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગનાં 4 કર્મચારીઓ પણ દાઝ્યા હતા, જેમાંથી એક હાલ ICU માં સારવાર હેઠળ છે. આ ગોઝારી ઘટના બાદ સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીને લઈ ચોંકાવનારી વિગત સામે આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે કંપની પાસે ફાયર વિભાગનું (Fire Department) NOC જ નથી. જો કે, અગાઉ પણ આ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. બીજી તરફ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓથી ફાયર વિભાગ ચાલતું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad નું વાતાવરણ શહેરવાસીઓ માટે બન્યો મોટો ખતરો! જો આવું રહ્યું તો...

આગની ઘટનામાં ફાયરનાં 4 કર્મચારીઓ દાઝ્યા, એક ICU માં

આણંદનાં (Anand) ગોપાલપુરા (Gopalpura) નજીક આવેલી પ્લાસ્ટિકની કંપની સત્યેન્દ્ર પેકેજિંગમાં (Satyendra Packaging) ગઈકાલે આગની ઘટના બની હતી. પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગને પગલે ધુમાડાનાં ગોટેગોટા દૂર દૂર સુધી ફેલાયા હતા. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગનાં કારણે કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થયો હતો. આ ઘટનામાં ફાયર વિભાગનાં (Fire Department) 4 કર્મચારીઓ પણ દાઝ્યા હતા. દાઝી ગયેલા 4 કર્મચારી પૈકી બે કર્મચારીની હાલત ગંભીર છે. જ્યારે એક કર્મચારીની સ્થિતિ ખૂબ જ નાજુક હોવાથી ICU માં એડમિટ કરાયો છે.

Advertisement

આ પણ વાંચો - Bharuch: આને બાપ કહેવાય ખરો? પોતાની સગી દીકરીને ગર્ભવતી બનાવી અને...

Advertisement

તપાસમાં પ્લાસ્ટિક કંપની અને ફાયર વિભાગને લઈ ચોંકાવનારા ખુલાસા

આ ઘટનાની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે પ્લાસ્ટિકની કંપની (Fire in Plastic Company) સત્યેન્દ્ર પેકેજિંગ પાસે ફાયર વિભાગનું NOC જ નહોતું. જ્યારે અગાઉ પણ આ કંપનીમાં આગ લાગ્યા હોવાની ઘટના બની ચૂકી હતી. છતાં કંપનીના સંચાલકો દ્વારા ફાયર વિભાગનું NOC લેવામાં આવ્યું નહોતું. બીજી તરફ ફાયર વિભાગને લઈ પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. એવી માહિતી સામે આવી છે કે આણંદ ફાયર વિભાગે (Anand Fire Department) પાસે એકપણ કાયમી કર્મચારી નથી. વિભાગ પાસે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ હોવાનાં અહેવાલ છે. કંપનીમાં આગ લાગ્યાની ઘટનાને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે...

> સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં આગ લાગી કે લગાડવામાં આવી ?
> આગ એક અકસ્માત કે પછી વીમો પકવવાનું ષડયંત્ર ?
> રાજકોટ અગ્નિકાંડ બાદ પણ ન જાગ્યું તંત્ર ?
> અગાઉની ઘટનામાંથી પણ કંપનીએ ન લીધી શીખ ?
> અગાઉ આગ લાગી હતી તો તંત્રે તપાસ કેમ ન કરી ?
> ક્યારે આણંદ ફાયર વિભાગમાં થશે કાયમી ભરતી ?
> કરાર આધારિત કર્મચારીઓને યોગ્ય ટ્રેનિંગ નહોતી અપાઈ કે શું ?
> વારંવારની આગની ઘટના બાદ પણ કાર્યવાહી કેમ નહીં ?

આ પણ વાંચો - Morbi: હાર્ડવેર વેપારીએ પોતાના પરિવાર સાથે જીવનલીલા સંકેલી, બે દિવસ પહેલા હતો પુત્રનો જન્મદિવસ

Tags :
Advertisement

.