ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Anand : પોલીસ સ્ટેશનમાં ઘૂસી પોલીસકર્મી પર હુમલો કરનારા મુખ્ય 6 સહિત 20 થી 25 સામે નોંધાયો ગુનો

મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનમાં ઘૂસી આવ્યા હતા અને ઊગ્ર બોલાચાલી કરી હતી.
09:39 PM Nov 22, 2024 IST | Vipul Sen
મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનમાં ઘૂસી આવ્યા હતા અને ઊગ્ર બોલાચાલી કરી હતી.
  1. ખંભાતમાં પોલીસ સ્ટેશનમાં કર્મી પર હુમલો કરવાની ઘટના (Anand)
  2. પોલીસે મુખ્ય 6 સહિત 20 થી 25 લોકો સામે ગુનો નોંધ્યો
  3. અસામાજિક તત્વોએ પોલીસકર્મીનાં કપડાં ફાડી હુમલો કર્યો હતો

આણંદનાં (Anand) ખંભાતમાં થોડા દિવસ પહેલા કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરાયો હતો. આ કેસમાં મુખ્ય 6 સહિત કુલ 20 થી 25 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અસામાજિક તત્વોએ પોલીસ સ્ટેશનમાં (Khambhat Police Station) ફરજ પર હાજર પોલીસકર્મીનો કોલર પકડી શર્ટનાં બટન તોડી નાખ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો - Junagadh : ભવનાથ મંદિરનાં મહંત બનવા હરિગીરી બાપુએ રૂપિયા આપ્યા હતા : મહેશગીરી બાપુ

અસામાજિક તત્વોએ પોલીસ સ્ટેશનમાં જ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો

ઘટનાની વિગતે વાત કરીએ તો, આણંદ (Anand) જિલ્લાનાં ખંભાતમાં 17 નવેમ્બરનાં રોજ મેળામાં સગીર વયનાં 4 જેટલા બાળકોએ ચગડોરમાંથી ધાર્મિક પુસ્તકને ફાડી તેનાં ટુકડા ઊડાડતા ધાર્મિક લાગણીઓ દુભાણી હતી. ખંભાત પોલીસ મથકનાં (Khambhat Police Station) હદવિસ્તારમાં બનેલી ઘટનામાં પોલીસે તમામ સગીર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને અટકાયતી પગલાં ભરવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન, મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનમાં ઘૂસી આવ્યા હતા અને ઊગ્ર બોલાચાલી કરી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થા ન ડહોળાય તે માટે ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ઊગ્ર બનેલા ટોળાએ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મી પર જ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો - Rajkot : સગીર વયની સગી દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પાપી પિતાને કોર્ટે ફટકારી આકરી સજા

મુખ્ય 6 સહિત કુલ 20 થી 25 લોકો સામે ગુનો દાખલ

ટોળામાંથી કેટલાક અસામાજિક તત્વોએ પોલીસકર્મીનો કોલર પકડી શર્ટનાં બટન તોડી હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે (Anand Police) કાર્યવાહી કરી મુખ્ય 6 સહિત કુલ 20 થી 25 લોકો સામે ગુનો નોંધ્યો છે અને ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ ઘટના બાદથી અનેક સવાલ ઊભા થયા છે. ઓન ડ્યૂટી પોલીસકર્મીને પોલીસ મથકમાં જ માર મારવામાં આવે અને સાધનોને નુકસાન પહોંચાડવામાં આવે તો શું પોલીસ અસામાજિક તત્વોથી ડરે છે ? જો ખંભાતમાં પોલીસ જ સુરક્ષિત નથી તો પછી સામાન્ય નાગરિકનું શું ? શું પોલીસ ગુનેગારો સામે લાચાર બની છે ? એવા સવાલો લોકો વચ્ચે થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Khyati Hospital : પીરાણામાં કેમ્પ યોજ્યો, જરૂર ન હોવા છતાં સ્ટેન્ટ નાખ્યા, 10 પૈકી 2 ના મોત!

Tags :
AnandAttacked on PolicemanBreaking News In GujaratiCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewskhambhatKhambhat FairKhambhat Police StationLatest News In GujaratiNews In Gujarati
Next Article