Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand : લોકોના જીવ જોખમમાં મૂકતા ઊંટવૈદ્યો સામે એક્શન, LCBએ બે દિવસમાં બે બોગસ તબીબો ઝડપ્યા

Anand : આણંદ જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. માત્ર બે દિવસના અંતરે બે ડિગ્રી વગરના તથાકથિત ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રથમ કેસમાં LCBએ અરવિંદ પરમાર નામના શખ્સને અટકાયત કરી છે. તબીબી અધિકારીને સાથે રાખીને તપાસ હાથ ધરતા તેની પાસેથી કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હોવાનું બહાર આવ્યું હતું.
anand   લોકોના જીવ જોખમમાં મૂકતા ઊંટવૈદ્યો સામે એક્શન  lcbએ બે દિવસમાં બે બોગસ તબીબો ઝડપ્યા
Advertisement
  • Anand  માં LCBની મોટી કાર્યવાહી : બે દિવસમાં બે ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા
  • બોગસ ડોક્ટર અરવિંદ પરમાર અને પ્રકાશ બાલાની ધરપકડ : લોકોના જીવ જોખમમાં મૂકતા ઊંટવૈદ્યો સામે એક્શન
  • આણંદમાં નકલી ડોક્ટરો સામે એક્શન : ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો રંગેહાથ ઝડપાયા
  • ઇસ્માઇલ નગર અને અન્ય વિસ્તારમાંથી ઝોલાછાપ ડોક્ટરોની અટકાયત : LCBએ ભાંડો ફોડ્યો
  • નિર્દોષોના આરોગ્ય સાથે ચેડાં : આણંદ LCBએ બે બોગસ ડોક્ટરોને પકડ્યા

Anand : આણંદ જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. માત્ર બે દિવસના અંતરે બે ડિગ્રી વગરના તથાકથિત ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રથમ કેસમાં LCBએ અરવિંદ પરમાર નામના શખ્સને અટકાયત કરી છે. તબીબી અધિકારીને સાથે રાખીને તપાસ હાથ ધરતા તેની પાસેથી કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હોવાનું બહાર આવ્યું હતું. અરવિંદ પરમાર લાંબા સમયથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી નિર્દોષ દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો.

Advertisement

બીજા કેસમાં ઇસ્માઇલ નગર વિસ્તારમાંથી મૂળ વેસ્ટ બંગાલના પ્રકાશ બાલા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી પણ કોઈ મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવીને દર્દીઓની સારવાર કરતો હતો. LCBની ટીમે બાતમીના આધારે રેઇડ કરીને તેને રંગેહાથ પકડ્યો હતો.

Advertisement

આ બંને આરોપીઓ વિરુદ્ધ આણંદ પોલીસે મેડિકલ પ્રેક્ટિસ સંબંધિત કાયદાઓ તથા છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેમની ક્લિનિકમાંથી દવાઓ અને અન્ય સાધનો જપ્ત કર્યા છે.

આણંદ જિલ્લામાં ઝોલાછાપ ડોક્ટરોની વધતી પ્રવૃત્તિઓથી લોકોમાં ભયનો માહોલ છે. આવા બોગસ તબીબો ખોટી સારવાર આપીને દર્દીઓના જીવ સાથે રમત રમી રહ્યા છે, જેની સામે LCBની આ કાર્યવાહીને આવકારવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ અને પોલીસ વચ્ચે સંકલન વધારીને આવી પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાની માંગ ઉઠી છે.

આ પણ વાંચો- ગુજરાત BJP માં સંગઠનાત્મક કવાયત તેજ ; જિલ્લા-શહેરની બાકી નિયુક્તિઓ ટૂંક સમયમાં થશે જાહેર

Tags :
Advertisement

.

×