Anand: ખંભાતમાં ધમધમી રહ્યાં છે દેશી દારૂના અડ્ડા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- છાસવારે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયા છે
- દારૂના અડ્ડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- ગઈ કાલે નડિયાદમાં ત્રણ શંકાસ્પદ મૃત્યુ થયાં હતા
Anand: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તેમાં શંકાને કોઈ સ્થાને નથી. આ એટલા માટે કહેવું પડે કેમ કે, છાસવારે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો સામે આવતો રહે છે. આણંદ જિલ્લાના ખંભાતનો પણ દેશી દારૂ વેચાતો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. ખંભાતના સંવેદનશીલ વિસ્તારના અકબરપુરા વિસ્તારમાં જાગત નાથ મહાદેવ મંદિર સામે આવેલા દેશી દારૂના અડ્ડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ પણ વાંચો: Surat: હિટ એન્ડ રનના આરોપીનું પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન, બે સગા ભાઈઓના થયા હતા મોત
દેશી દારૂના ધમધમતા અડ્ડાનો વીડિયો વાયરલ
નોંધનીય છે કે, નડિયાદમાં થયેલા ત્રણ શંકાસ્પદ મૃત્યુ બાદ ખંભાતના દેશી દારૂના ધમધમતા અડ્ડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસના મસ મોટા હપ્તાની માયાજાળમાં બુટલેગરો બેફામ બન્યા છે. કોઈ પણ પ્રકારના ડર વિના ખુલ્લેઆમ દારૂ વેચતી હોય છે. પ્રશ્ન એ થાય છે કે, શું ધમધમતા આ દેશી દારૂના અડ્ડાની ખંભાત પોલીસને નથી માહિતી? અને જો થાય છે તો પછી શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો: Kutch : ઇભલા શેઠને માર મારવાનાં કેસમાં 41 વર્ષ બાદ ભુજ અદાલતનો મહત્ત્વનો ચુકાદો
આવા લોકો સામે ક્યારે થશે કાર્યવાહી?
આ વીડિયોને લઈને અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. આખરે આ દેશી દારૂનો અડ્ડો કોણ ચલાવી રહ્યું છે? દેશી દારૂના બુટલેગરો સામે કાર્યવાહી ક્યારે થશે? ગુજરાતમાં બુટલેગરો સામે કાર્યવાહી થવી જોઈએ.કારણ કે, આવા બુટલેગરોને કારણે પોલીસ પર લોકો અનેત પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. નડિયાદમાં પણ ગઈ કાલે લઠ્ઠાકાંડની ઘટના બની હતી તેમાં ત્રણ લોકોના મોત થયાં હતાં.
ગુજરાત ફર્સ્ટ વાયરલ વીડિયોની પુષ્ઠિ નથી કરતું
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


