Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand : અજાણ્યા યુવકને ઢોર માર મારી તાલિબાની સજાનો Video વાઇરલ

Anand નાં પેટલાદમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો યુવકને તાલિબાની સજાનો વીડિયો આવ્યો સામે સ્થાનિકોએ યુવકને આપી તાલિબાની સજા આણંદનાં (Anand) પેટલાદમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. કેટલાક સ્થાનિક લોકો દ્વારા એક યુવકને જાહેરમાં ઢોર માર મારીને તાલિબાની...
anand   અજાણ્યા યુવકને ઢોર માર મારી તાલિબાની સજાનો video વાઇરલ
Advertisement
  1. Anand નાં પેટલાદમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો
  2. યુવકને તાલિબાની સજાનો વીડિયો આવ્યો સામે
  3. સ્થાનિકોએ યુવકને આપી તાલિબાની સજા

આણંદનાં (Anand) પેટલાદમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. કેટલાક સ્થાનિક લોકો દ્વારા એક યુવકને જાહેરમાં ઢોર માર મારીને તાલિબાની સજા આપી હતી. આ ઘટનાનો હચમચાવતો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે, યુવકને તાલિબાની સજા કયા કારણોસર આપવામાં આવી તેનું કારણ અકબંધ છે. વીડિયો સામે આવ્યા બાદ અનેક સવાલ થઈ રહ્યા છે. આ મામલે પોલીસ શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો - VADODARA : પોલો ગ્રાઉન્ડ નજીકની સોસાયટીમાં તસ્કરોના આંટાફેરાએ ચિંતા વધારી

Advertisement

અજાણ્યા યુવકને તાલિબાની સજાનો વીડિયો વાઇરલ

આણંદ જિલ્લાનાં (Anand) પેટલાદ તાલુકાનાં પંડોળી ગામ પાસે એક અજાણ્યા યુવકને તાલિબાની સજાનો એક વીડિયો (Taliban Punishment Video) સામે આવ્યો છે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક સ્થાનિક લોકો એક યુવકને જાહેરમાં ઢોર માર મારી રહ્યા છે. યુવકનું મોઢું લોહીથી લથપથ છે. લોકો યુવકને બાંધીને તાલિબાની સજા આપી રહ્યા છે. જો કે, યુવકને માર મારી તાલિબાની સજા કેમ આપવામાં આવી તે અંગેનું કારણ હાલ જાણવા મળ્યું નથી. પરંતુ, અજાણ્યા યુવકને તાલિબાની સજાનો વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisement

આ પણ વાંચો - સાયલામાંથી અપહરણ થયેલી બાળકી મળી રાજકોટમાં અને આરોપીને...

તાલિબાની સજા આપવાનું કારણ અકબંધ

પ્રાથમિક અહેવાલ અનુસાર, યુવક આણંદથી ખંભાત જતી ટ્રેનમાં પેટલાદ (Petlad) ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યો હતો. જો કે, યુવક કોણ છે અને પછી તે કયા ગયો તે અંગે હાલ કોઈ માહિતી નથી. આ ઘટના બાદ અનેક સવાલ થઈ રહ્યા છે કે યુવકને ઢોર માર મારનાર વ્યક્તિઓ વિરુદ્ધ શું પોલીસ પગલાં લેશે ? શું ગામમાં આવવું ગુનો છે ? શું ગ્રામ્ય સ્તરે અજાણ્યા માણસોથી પ્રજા ભયભીત રહે છે ?

આ પણ વાંચો - Gondal : તીર્થધામ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં અન્નકૂટોત્સવની ઉજવણી

Tags :
Advertisement

.

×