ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Anant Ambani Dwarka Padyatra : સાત દિવસમાં 70 થી વધુ કિમી ચાલ્યા, ઠેર ઠેર ભવ્ય સ્વાગત!

નિક દીકરીઓ દ્વારા તિલક કરી અનંત અંબાણીનું દ્વારકાધીશની છબી અર્પણ કરી સ્વાગત કરાયું હતું.
04:54 PM Apr 03, 2025 IST | Vipul Sen
નિક દીકરીઓ દ્વારા તિલક કરી અનંત અંબાણીનું દ્વારકાધીશની છબી અર્પણ કરી સ્વાગત કરાયું હતું.
AnanatAmbani_Gujarat_first
  1. અનંત અંબાણીની દ્વારકા સુધીની પદયાત્રાનો સાતમો દિવસ પૂર્ણ (Anant Ambani Dwarka Padyatra)
  2. ગત રાતે લીંબડી પહોંચેલા અનંત અંબાણીનું સ્થાનિકોએ ભવ્ય સ્વાગત કર્યું
  3. દીકરીઓ દ્વારા તિલક કરી દ્વારકાધીશની છબી અર્પણ કરી અનંત અંબાણીનું સ્વાગત કરાયું
  4. અનંત અંબાણીનું ઠેર ઠેર રસ્તાઓમાં લોકો દ્વારા સ્વાગત કરાયું

Dwarka : રિલાયન્સ જૂથનાં (Reliance Groups) અનંત અંબાણી હાલ દ્વારકાની પદયાત્રા પર છે. આ યાત્રાને સાત દિવસ પૂર્ણ થયા છે અને અત્યાર સુધીમાં તેઓ 70 થી વધુ કિમીનો સફર પૂર્ણ કરી ચૂક્યા છે. આ પદયાત્રા દરમિયાન, ગત રાતે અનંત અંબાણી લીંબડી (Limbdi) પહોંચ્યા હતા જ્યાં સ્થાનિકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક દીકરીઓ દ્વારા તિલક કરી અનંત અંબાણીનું (Anant Ambani Dwarka Padyatra) દ્વારકાધીશની છબી અર્પણ કરી સ્વાગત કરાયું હતું. અનંત અંબાણીએ જામનગર રિલાયન્સથી (Jamnagar Reliance) પોતાની પદયાત્રાની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad: વેસ્ટન રેલવે દ્વારા ઉનાળા વેકેશનને ધ્યાને રાખી ખાસ ટ્રેન શરૂ કરાઈ, જાણો સમયપત્ર...

પદયાત્રાનો સાતમો દિવસ પૂર્ણ, લીંબડીમાં ભવ્ય સ્વાગત

રિલાન્યસ ગ્રૂપનાં (Reliance Groups) અનંત અબાંણી પોતાની દ્વારકા પદયાત્રા દરમિયાન ગતરાતે લીંબડી પહોંચ્યા હતા. અહીં, સ્થાનિકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક દીકરીઓએ તિલક કરીને અને દ્વારકાધીશની છબી અર્પણ કરીને અનંત અંબાણીનું સ્વાગત કરાયું હતું. જણાવી દઈએ કે, અનંત અબાંણીની આ પદયાત્રાને (Anant Ambani Dwarka Padyatra) સાત દિવસ પૂર્ણ થયાં છે. અત્યાર સુધીમાં તેમણે 70 થી વધુ કિમીનો સફર પૂર્ણ કર્યો છે.

આ પણ વાંચો - VADODARA : ગુજરાત આજે શિક્ષણ, ઉદ્યોગ સહિતના દરેક ક્ષેત્રે દેશમાં વિકાસનું રોલ મોડેલ બન્યું છે : ઉદ્યોગ મંત્રી

અનંત અંબાણી પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઊજવશે

અનંત અંબાણી 8 એપ્રિલનાં રોજ દ્વારકા (Dwarka) પહોંચશે અને પોતાનો જન્મદિવસ પણ તેઓ દ્વારકામાં જ ઊજવશે. પદાયાત્રા દરમિયાન ઠેર ઠેર અનંત અંબાણીનું (Anant Ambani) લોકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કોઈ ભગવાનની છબી આપીને તો કોઈ પાઘડી, ફૂલોનો હાર પહેરાવીને સ્વાગત કરી રહ્યું છે. પદયાત્રા દરમિયાન ભજન ગાતા અનંત અંબાણીનાં કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.

આ પણ વાંચો - VADODARA : ખેતી અને ખાતર બંનેનું ધ્યાન રાખીને મબલખ પાક મેળવતા મહિલા

Tags :
Ambani FamilyAnant AmbaniAnant Ambani Dwarka DarshanAnant Ambani's birthdayDwarkadhishGUJARAT FIRST NEWSJamnagar RelianceLimbdimukesh ambaninita ambaniReliance GroupsReliance IndustriesTop Gujarati News
Next Article