NAVSARI: મંત્રીજીનાં આક્ષેપ બાદ ધારાસભ્યની પ્રતિક્રિયા,અનંત પટેલે કહ્યું, તમે વાંસદા ટ્રાઈબલ સબ પ્લાન્ટમાં કેટલા લીધા તે યાદ કરો
- કુંવરજી હળપતિના આરોપ પર અનંત પટેલની પ્રતિક્રિયા
- આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવામાં બોલતા નથી
- તમે વાંસદા ટ્રાઈબલ સબ પ્લાન્ટમાં કેટલા લીધા તે યાદ કરો
- તમે અને તમારા PAએ યાદ કરવાની જરૂર છે: અનંત પટેલ
મંત્રી કુંવરજી હળપતિનાં આક્ષેપ સામે ધારાસભ્ય અનંત પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે કુંવરજી હળપતિની ડાગરી છટકી છે. વિધાનસભામાં જ્યારે આદિવાસી સમાજનાં પ્રશ્નોને વાચા આપવાનું હતું ત્યારે કંઈ બોલતા નથી. અમે કોઈની પાસેથી કોઈ ટકાવારી લીધી નથી. તમે વાંસદા ટ્રાઈબલ સબ પ્લાન્ટમાં કેટલા લીધા તે યાદ કરો. તમે અને તમારા પીએએ યાદ કરવાની જરૂર છે. અમે આદિવાસી સમાજનાં પ્રશ્નોને વાંચા આપીએ છીએ. પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ લઈને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે. તમે સાબિત કરી શકતા હોય તો અમારા પર તપાસ કરી શકો છો. તમારે તમારા કપડા તપાસવાની ખૂબ જરૂર છે.
કુંવરજી હળપતિના આરોપ પર અનંત પટેલની પ્રતિક્રિયા
"આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવામાં બોલતા નથી"
અમે કોઈની પાસેથી કોઈ ટકાવારી લીધી નથી: અનંત પટેલ
"તમે વાંસદા ટ્રાઈબલ સબ પ્લાન્ટમાં કેટલા લીધા તે યાદ કરો"
તમે અને તમારા PAએ યાદ કરવાની જરૂર છે: અનંત પટેલ @AnantPatel1Mla #Gujarat… pic.twitter.com/5Mygj3SGkA— Gujarat First (@GujaratFirst) April 4, 2025
ચૈતર વસાવાએ શું આક્ષેપ કર્યા
રાજ્યકક્ષાનાં મંત્રી કુંવરજી હળપતિ (Kunwarji Halpati Minister) દ્વારા AAP ના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava MLA) પર આકરા પ્રહાર કર્યા હતા. જેને લઈ હવે ચૈતર વસાવા (Chaitar Vasava MLA) મેદાને છે. ચૈતર વસાવા (Chaitar Vasava MLA)એ રાજ્યકક્ષાનાં મત્રી સામે માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ એમની પાસે પુરાવા હોય તો કાર્યવાહી કરે. અને જો પુરાવા નહી આપે તો માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. ચૈતર વસાવા (Chaitar Vasava MLA)એ વધુમાં કહ્યું હતું કે, ગૃહમાં ભ્રષ્ટ્રાચારનો મુદ્દો ઉઠાવ્યો તે એમને ગમ્યુ નથી. કુંવરજી હળપતિ (Kunwarji Halpati Minister)ની વીર એન્ટરપ્રાઈઝમાં મોટું કૌભાંડ છે. તપાસ થાય તો 2000 થી 2500 કરોડનું કૌભાંડ સામે આવે. મંત્રી કુંવરજી હળપતિ (Kunwarji Halpati Minister)એ ચૈતર વસાવા (Chaitar Vasava MLA)ને ચીટર કહ્યા હતા.
આ પણ વાંચોઃ Vadodra: રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસ, FSL રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
આદિવાસી સમાજ ને ગેરમાર્ગે દોરે છેઃ કુંવરજી હળપતિ (રાજ્યકક્ષાના મંત્રી)
રાજ્યકક્ષાનાં મંત્રી કુંવરજી હળપતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા (Chaitar Vasava MLA)સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમજ બંને ધારાસભ્યો દ્વારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે. તેમજ વિકાસનાં કામોને લઈ સમાજને ધારાસભ્યો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમજ રાજ્યકક્ષાનાં મંત્રી દ્વારા ચૈતર વસાવા (Chaitar Vasava MLA) પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava MLA) તાલુકા પંચાયતમાં પોતે પોતાની ગ્રાન્ટમાં બે ટકા લેવા માટેના પ્રયાસ કરે છે અને એજ પ્રકારે અનંત પટેલ બે ટકા નહી પરંતું દસ ટકાની માંગણી કરે અને આંદોલન કરવું પડે છે. એ લોકો પોતાના ગજવા માટે ટકાવારી માંગે છે. કુંવરભાઈએ કોઈ દિવસ રૂપિયાની માંગણી કરી નથી.
આ પણ વાંચોઃ Gandhinagar : GPSC દ્વારા લેવાયો મોટો નિર્ણય, આ તારીખે લેવાશે હવે પરીક્ષાઓ