Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

આંધ્રપ્રદેશ સરકારનો મોટો નિર્ણય, 3 બાળકો પેદા કરવા પર મળશે આટલી મોટી સહાય

દક્ષિણ ભારતના એક રાજ્યમાં વસ્તીનું સંતુલન જાળવવા માટે સરકારે આશ્ચર્યજનક રણનીતિ અપનાવી છે. જ્યાં દેશભરમાં વસ્તી ઘટાડવાની વાતો થાય છે, ત્યાં આ રાજ્યમાં હવે વધુ બાળકો ધરાવતા પરિવારોને 'લકી' માનવામાં આવશે. રોકડ સહાય, શિક્ષણ અને ખાસ ભથ્થાંની એવી ઓફર મુકાઈ છે કે જે સાંભળીને કોઈપણ દંગ રહી જાય.
આંધ્રપ્રદેશ સરકારનો મોટો નિર્ણય   3 બાળકો પેદા કરવા પર મળશે આટલી મોટી સહાય
Advertisement
  • વધારે બાળકો પેદા કરવા બદલ Andhra Pradesh સરકાર આપશે રોકડ ઈનામ!
  • આંધ્રપ્રદેશ સરકારની નવી વસ્તી નીતિની જાહેરાત
  • ત્રીજા બાળકના જન્મ પર ₹25,000 ની આર્થિક સહાય
  • બાળકને 18 વર્ષની ઉંમર સુધી અપાશે મફત શિક્ષણ
  • મહિલાઓ માટે IVF અને ખાસ હોસ્ટેલની સુવિધા
  • 1 એપ્રિલથી નવી યોજના લાગુ કરવાની સરકારની તૈયારી

Andhra Pradesh News : દક્ષિણ ભારતના રાજ્યોમાં ઘટતો જતો જન્મ દર (Declining Birth Rate) હવે ચિંતાનો વિષય બન્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ (N. Chandrababu Naidu) દ્વારા એક ક્રાંતિકારી 'જનસંખ્યા વ્યવસ્થાપન નીતિ' (Population Management Policy) ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં યુવા વસ્તી જાળવી રાખવા અને ભવિષ્યના વસ્તી વિષયક સંકટને ટાળવા માટે સરકાર હવે બે કે ત્રણ બાળકો ધરાવતા પરિવારોને પ્રોત્સાહન આપશે.

Advertisement

Andhra Pradesh માં ત્રીજા બાળકના જન્મ પર ₹25,000 ની સહાય

નવી પ્રસ્તાવિત નીતિ મુજબ, જો કોઈ પરિવારમાં બીજા અથવા ત્રીજા બાળકનો જન્મ થાય છે, તો સરકાર જન્મ સમયે ₹25,000 ની આર્થિક સહાય (Financial Aid) આપશે. એટલું જ નહીં, ત્રીજા બાળક માટે વિશેષ સુવિધાઓનું આયોજન છે, જેમાં બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને ₹1,000 ની સહાય અને 18 વર્ષની ઉંમર સુધી મફત શિક્ષણ (Free Education) નો સમાવેશ થાય છે. આ યોજના 1 એપ્રિલ (April 1st) થી લાગુ થવાની શક્યતા છે.

Advertisement

Andhra Pradesh_gujrat_first

મહિલાઓ અને બાળ સંભાળ માટે ખાસ સુવિધાઓ

સરકાર માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ માળખાગત સુવિધાઓ પર પણ ભાર મૂકી રહી છે:

મેટરનિટી સેન્ટર ઓફ એક્સેલન્સ: આધુનિક આરોગ્ય સુવિધાઓ અને IVF સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ચાઇલ્ડ કેર સેન્ટર: દર 50 બાળકો પર એક ડે-કેર સેન્ટર બનાવવામાં આવશે.

વર્કિંગ વુમન હોસ્ટેલ: વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં ₹172 કરોડના ખર્ચે વિશાળ હોસ્ટેલનું નિર્માણ થશે.

પિંક ટોયલેટ: મહિલાઓની સુવિધા માટે ખાસ શૌચાલયો બનાવવામાં આવશે.

ભારતના અન્ય રાજ્યો જ્યાં વસ્તી નિયંત્રણ (Population Control) પર ભાર મૂકે છે, ત્યાં આંધ્રપ્રદેશ જન્મ દર વધારવા માટે પ્રોત્સાહન આપનારું અગ્રેસર રાજ્ય બન્યું છે.

Andhra Pradesh Population Policy_gujrat_first

શું બીજા કોઈ રાજ્યમાં આવી યોજના છે?

ભારતના મોટાભાગના રાજ્યોએ વસ્તી નિયંત્રણ નીતિઓ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ આંધ્રપ્રદેશ જેવા બહુ ઓછા રાજ્યોએ જન્મ દર વધારવા માટે નાણાકીય પ્રોત્સાહનો લાગુ કર્યા છે. જો કે, કેટલાક રાજ્યો સમયાંતરે ગર્ભવતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવાના હેતુથી માતૃત્વ સહાય યોજનાઓ લાગુ કરે છે. જો કે, અન્ય કોઈ રાજ્યએ બાળજન્મ માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડતી યોજના લાગુ કરી નથી. 

આ પણ વાંચો : પારાદીપમાં ઇફકોના સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટનું Amit Shah ના હસ્તે લોકાર્પણ

Tags :
Advertisement

.

×