Bhool Bhulaiya 3 : એક નહી પણ બે મંજૂલિકા તમને ડરાવવા તૈયાર...!
- અનીસ બઝમીની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' દિવાળીના તહેવારોમાં રિલીઝ થવા તૈયાર
- 'રિયલ' મંજુલિકા ફિલ્મમાં પાછી ફરી
- મંજુલિકાની ભૂમિકામાં વિદ્યા બાલન ફરી જોવા મળશે
- માધુરી દીક્ષિત પણ આ ફિલ્મમાં પહેલીવાર જોવા મળશે
- કાર્તિક અને તૃપ્તિની નવી જોડી જોવા મળશે
Bhool Bhulaiya 3 : ચાહકો છેલ્લા કેટલાક સમયથી અનીસ બઝમીની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' (Bhool Bhulaiya 3)ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દિવાળીના અવસર પર રિલીઝ થવાની તૈયારીમાં છે, જેના કારણે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. 2007ની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા' અને 2022ની 'ભૂલ ભુલૈયા 2' પછી, આ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે જે દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. ચાલો તમને જણાવીએ તે 5 કારણો જેના કારણે ફિલ્મ જોવી જ જોઈએ.
'રિયલ' મંજુલિકા ફિલ્મમાં પાછી ફરી
ફિલ્મમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી લીડ રોલમાં છે. કાર્તિક-તૃપ્તિની તાજી જોડી ઉપરાંત, દર્શકો ફિલ્મમાં મંજુલિકાની ભૂમિકામાં વિદ્યા બાલનને જોવા માટે ઉત્સાહિત છે. પહેલા ભાગમાં તેના શાનદાર અભિનયએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને હવે વિદ્યા આ ફિલ્મમાં ફરી જોવા મળવાની છે.
માધુરી દીક્ષિત પહેલીવાર જોવા મળશે
આ વખતે વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત ફિલ્મમાં સાથે જોવા મળશે. માધુરીએ પહેલીવાર આ ફ્રેન્ચાઈઝીમાં એન્ટ્રી કરી છે. આ વખતે એક નહીં પરંતુ બે મંજુલિકા રૂહ બાબાનું મનોરંજન કરતી જોવા મળશે.
આ પણ વાંચો---Bhool Bhulaiyaa 3 થી ફરી એકવાર બોલીવૂડ સાથે સિનેમાઘરોમાં ફેલાશે મંજુલિકાનો ખૌફ!
કાર્તિક અને તૃપ્તિની નવી જોડી
કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની જોડી પણ આ ફિલ્મમાં પહેલીવાર ધૂમ મચાવવા માટે તૈયાર છે. તૃપ્તિ ડિમરીએ હાલમાં જ રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'થી પોતાની ઓળખ બનાવી છે અને હવે તેને આ ફિલ્મમાં જોવી એ ચાહકો માટે એક ટ્રીટ હશે.
હિટ પાત્રોની ફરીથી એન્ટ્રી
ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'માં, પ્રથમ ભાગના તે સેલેબ્સ જેમણે ફ્રેન્ચાઇઝીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમને ફરીથી સામેલ કરવામાં આવ્યા છે. રાજપાલ યાદવ ફરી એકવાર છોટા પંડિત, સંજય મિશ્રા બડે પંડિત અને અશ્વિની કાલસેકર પંડિતની ભૂમિકામાં જોવા મળશે.
'ભૂલ ભુલૈયા 2' જબરદસ્ત હિટ રહી હતી
આ ફ્રેન્ચાઈઝીની અગાઉની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2'એ બોક્સ ઓફિસ પર અજાયબીઓ કરી હતી અને હવે નિર્માતાઓ 'ભૂલ ભૂલૈયા 3' પાસેથી પણ એવી જ અપેક્ષા રાખી રહ્યા છે. આ ફિલ્મ 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. દર્શકોને અનીસ બઝમીની આ નવી હોરર-કોમેડી ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને આ ફિલ્મ પણ અગાઉની ફિલ્મોની જેમ સફળ થશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો---Shilpa Shetty ની રેસ્ટોરન્ટમાં આવેલા ગ્રાહક સાથે બની ચોંકાવનારી ઘટના