Angadia Loot : ગુજરાતની વધુ એક આંગડિયા પેઢીના કરોડો રૂપિયા ગન પોઈન્ટ પર લૂંટાયા
Angadia Loot : જેનો પાયો ગુજરાતમાં નંખાયો છે તેવું આંગડિયા નેટવર્ક (Angadia Network) દેશભરમાં ફેલાયેલું છે. છેલ્લાં ચાર મહિનામાં ઉપરાછાપરી બનેલી આંગડિયા લૂંટની વાત કરીએ તો, તેની સંખ્યા અડધો ડઝન થઈ છે. લૂંટાયેલી રકમનો આંકડો 20 કરોડને આંબી ગયો છે. આજે વહેલી પરોઢ પહેલાં મહારાષ્ટ્રના ધૂલીયા-માલેગાંવ રોડ પર 4.50 કરોડની Angadia Loot થઈ છે. મહારાષ્ટ્રમાં બનેલી આંગડિયા લૂંટની બીજી ઘટનાને લઈને Maharashtra Police હરકતમાં આવી છે. બેફામ બનેલી લૂંટારૂઓની ટોળકીને લઈને પેઢીના માલિકો ધંધો કેવી રીતે કરવો તેને લઈને ચિંતિત બન્યાં છે.
આખેઆખી વાન લૂંટી જાય છે ટોળકી
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં થયેલી Angadia Loot માં ટોળકી ગન બતાવી પેઢીના કર્મચારીઓને વાન રોકવા ફરજ પાડે છે. ત્યારબાદ પેઢીના કર્મચારીઓને અન્ય વાહનમાં ધકેલી દઈ ટોળકી આંગડિયા પેઢીની વાન પર કબજો જમાવી લે છે અને ચાલુ વાહને પેઢીના કર્મચારીને રોકડ/દાગીના મુકેલા ખાના ખોલવાની ફરજ પાડે છે. વાનમાં રહેલી રોકડ અને જર ઝવેરાત લૂંટ્યા બાદ ટોળકી પેઢીના કર્મચારીઓને રસ્તા વચ્ચે ઉતારીને આંગડિયા વાનને છુપાવી દઈ ફરાર થઈ જાય છે. અત્રે નોંધનીય છે કે, તમામ Angadia Loot એક સરખી પદ્ધતિથી કરવામાં આવી હોવાથી એક જ ટોળકીનું કારસ્તાન હોઈ શકે છે.
આર. કાંતીલાલ આંગડિયાના 4.50 કરોડ લૂંટાયા
આંગડિયા બજારના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જાણીતા આંગડિયા પેઢી આર. કાંતીલાલ (R Kantilal Angadia) ની વાનને લૂંટી લેવાઈ છે. આંગડિયા પેઢીની વાનમાં રહેલી રોકડ/દાગીના સહિત કુલ 4 કરોડ 50 લાખની મતા લૂંટારૂ ટોળકી ફરાર થઈ ગઈ છે. આજે વહેલી પરોઢ પહેલાં સાડા ત્રણ વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના ધૂલીયા-માલેગાંવ રોડ (Dhule Malegaon Road) પર આંગડિયા લૂંટની ઘટના બની છે. મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ગત ફેબ્રુઆરીમાં 2 કરોડની આંગડિયા લૂંટ થઈ હતી. જો કે, પોલીસે ચોપડે માત્ર 15 લાખની રકમ દર્શાવી 9.50 લાખની રિકવરી પણ કરી બતાવી હતી.
આ પણ વાંચોઃ IPS થી GPS સુધી એક જ સ્થિતિ, Gujarat Police માં બઢતી મળે પણ સ્થાન નથી બદલાતું
અગાઉ ક્યાં-કેટલી Angadia Loot થઈ ?
ગત મે મહિનાના અંતથી જૂનના મધ્ય દરમિયાન કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં કુલ 4 આંગડિયા પેઢીઓ લૂંટાઈ છે. સૌ પ્રથમ આર. નટવર એન્ડ કંપની (R Natvar And Company) ની વાનમાંથી 4.50 કરોડની મતા લૂંટી લેવાની ઘટના કર્ણાટકમાં બની. ત્યારબાદ મહારાષ્ટ્ર સરહદ પર આવેલા મધ્યપ્રદેશના સેંધવા ખાતે આર. નટવરની બીજી ગાડીને રોકી 4 કરોડ 50 લાખની મતા લૂંટી લેવાઈ હતી. મધ્યપ્રદેશમાં પી.એમ. આંગડિયા (P M Enterprise) ની પણ વાન લૂંટાઈ છે. જો કે, લૂંટની રકમ જાણવા મળી નથી. જ્યારે વીર આંગડિયાની વાન આંધ્રપ્રદેશ ખાતે લૂંટાઈ છે અને તેની રકમ 4.51 કરોડ જેટલી થાય છે. તાજેતરમાં South India ખાતે દોસ્તી આંગડિયાની વાનને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાનમાં કોઈ કિંમતી મતા મળી આવી ન હતી.
આ પણ વાંચોઃ Cyber Fraud ના નામે કરોડોનો તોડ કરનારા કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીના ભાગીદારની શોધ જારી