Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Attack : 'અમે ઘરડા થયા પણ અમારી ખુંમારી ઘરડી નથી થઈ' : ખમીરવંતી મહિલાઓનો એકસૂરે હુંકાર

1971ના યુદ્ધમાં મદદ કરનાર વિરાંગનાઓનો જુસ્સો આજે પણ જોવા મળે છે
pahalgam attack    અમે ઘરડા થયા પણ અમારી ખુંમારી ઘરડી નથી થઈ    ખમીરવંતી મહિલાઓનો એકસૂરે હુંકાર
Advertisement
  • 1971ના યુદ્ધમાં મદદ કરનાર વિરાંગનાઓનો જુસ્સો
  • કચ્છના માધાપરની ખમીરવંતી મહિલાઓનો એકસૂરે હુંકાર
  • પહલગામ આતંકી હુમલાને લઈને રોષની લાગણી વ્યક્ત કરી

Pahalgam Attack : જમ્મુ કાશ્મીરમાં થયેલા પહલગામ આતંકવાદી હુમલા બાદ દરેક ભારતીયમાં આક્રોશની લાગણી છે. દેશના લોકોએ લડવાની તૈયારી બતાવી છે ત્યારે ગુજરાતની નારીઓ કેવી રીતે પાછળ રહી શકે. આમ પણ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે દેશને જરૂર પડી છે ત્યારે નારીએ પોતાની તાકાત અને શક્તિ બતાવી છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે ભુજની વીરાંગનાઓ છે કે, જેમણે યુદ્ધમાં ભારતીય સૈન્યની મદદ કરી હતી.

1971ના યુદ્ધમાં મદદ કરનાર વિરાંગનાઓનો જુસ્સો આજે પણ જોવા મળે છે

1971ના યુદ્ધમાં મદદ કરનાર વિરાંગનાઓનો જુસ્સો આજે પણ જોવા મળે છે. કચ્છના માધાપરની ખમીરવંતી મહિલાઓનો એકસૂરે હુંકાર છે. અમે ઘરડા થયા પણ અમારી ખુંમારી ઘરડી નથી થઈ. પહલગામ આતંકી હુમલાને લઈ રોષની લાગણી વ્યક્ત કરી છે. તથા આતંકના આકા પાકિસ્તાન પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો છે. ભૂતકાળને વાગોળતા વિરાંગનાઓએ કહ્યું અમે આજે પણ તૈયાર છીએ. PM મોદી આહ્વાન કરે તો અમે આજે પણ તૈયાર છીએ. 72 કલાકમાં રન-વેનું સમારકામ કરી સેનાની મદદ કરી હતી. જેમાં 1971ના યુદ્ધમાં પાકિસ્તાને કચ્છનો રન-વે તોડ્યો હતો ત્યારે આ મહિલાઓ મદદે આવી હતી.

Advertisement

1971ના યુદ્ધમાં ભારતીય સેનાને મદદ કરી હતી

જો તમે કચ્છના ઇતિહાસ વિશે જાણતા હશો તો તમે આ વીરાંગનાઓને ઓળખતા જ હશો. આ એ જ નારીઓ છે કે, જેમણે 1971ના યુદ્ધમાં ભારતીય સેનાને મદદ કરી હતી. જો તમને આ ઇતિહાસ વિશે ખબર ન હોય તો થોડા સમય પહેલા અજય દેવગણની એક ફિલ્મ 'ભુજ' આવી હતી. જેમાં આ ઘટના આબેહૂબ દર્શાવી છે. વાત જાણે એમ છે કે 1971ના યુદ્ધમાં પાકિસ્તાને ભારતનો કચ્છ ખાતે રહેલો એરબેઝ તોડી પાડ્યો હતો અને ભારતીય એર ફાઇટર્સને તાત્કાલિક જંગે જવા માટે આ મહિલાઓએ દિવસ રાત એક કરીને રન વે બનાવી આપ્યો હતો કે જેથી તેના પરથી ફ્લાઇટ ટેક ઓફ કરી શકાય.

Advertisement

અમે ઘરડા થયા પણ અમારી ખુંમારી ઘરડી નથી

આ મહિલાઓએ વાત કરતાં પહલગામ હુમલાને લઈ રોષની લાગણી વ્યક્ત કરી હતી તે ઘટનાને વખોડીને આતંકના આકા પાકિસ્તાન પ્રત્યે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વીરાંગનાઓનું કહેવું છે કે, દેશને જ્યારે જરૂર પડશે ત્યારે અમે સેવામાં તતત્પર છીએ. કચ્છની સરહદે સૈનિકો સાથે ઊભા રહેવા આ વીરાંગનાઓએ તૈયારી બતાવતા કહ્યું કે, જો પીએમ મોદી આહ્લાન કરે તો અમે સવાસો કરોડ ભારતીયોને ઉભા કરીને લઈ આવીશું કંઈ ઘટે તેમ નથી, પાકિસ્તાન છાના માના ઘા ના કરે, છાતી ઢોંકીને સામે ઉભો રહે તો માનીએ, હજુએ અમે ડરીએ એમ નથી. અમે ઘરડા થયા પણ અમારી ખુંમારી ઘરડી નથી.

આ પણ વાંચો: Std. 12 and GUJCET results : ધોરણ-12 બોર્ડની પરિણામમાં જાણો કયા શહેરનું આવ્યું 100 ટકા પરિણામ

Tags :
Advertisement

.

×