ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અનિરૂદ્ધસિંહ જાડેજાએ કહ્યું- 15 દિવસમાં આવી રહ્યો છું બહાર, ઉભા થયા અનેક પ્રશ્ન

અનિરૂદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં સરેન્ડર: પોપટ સોરઠિયા હત્યા કેસમાં જૂનાગઢ જેલમાં રવાના
06:00 PM Sep 19, 2025 IST | Mujahid Tunvar
અનિરૂદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં સરેન્ડર: પોપટ સોરઠિયા હત્યા કેસમાં જૂનાગઢ જેલમાં રવાના

રાજકોટ : સૌરાષ્ટ્રમાં અનિરૂદ્ધ સિંહના કેસને લઈને ઘમાસાણ મચેલી છે. સોરઠિયા હત્યાકાંડ અને અમિત ખૂંટ આત્મહત્યા કેસની સાથે-સાથે જયરાજસિંહ સાથે થયેલી દુશ્મનીના કારણે અનિરૂદ્ધસિંહના કેસમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે. ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ આખરે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે (18 સપ્ટેમ્બર) આ કેસમાં અનિરૂદ્ધસિંહને એક અઠવાડિયાનો સ્ટે આપ્યો હતો, પરંતુ આજે (19 સપ્ટેમ્બર) સવારે 10:30 વાગ્યે યોજાયેલી સુનાવણીમાં સામા પક્ષની અરજી પર સ્ટે રદ કરીને રાત્રે 8 વાગ્યા સુધી સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.

આ આદેશને પગલે અનિરૂદ્ધસિંહે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું અને તેમને જૂનાગઢ જેલમાં રવાના કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી આ મામલે તીવ્ર ન્યાયિક લડત ચાલી રહી હતી. આજના નિર્ણયથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે. અનિરૂદ્ધને જૂનાગઢની જેલમાં લઈ જતી વખતે બસમાં બેસાડે તે પહેલા હાજર પત્રકારોને તેમણે કહ્યું છે કે, હું પંદર દિવસમાં બહાર આવી રહ્યો છું.

આ પણ વાંચો- Vadodara : ગોપીશ્રી ગાયનું ઘી, ચક્કી ફ્રેશ ઘઉંનો લોટ, શ્રીરામ મસાલા મરચુ સહિત અનેક પદાર્થો અખાદ્ય જણાયા

અનિરૂદ્ધસિંહના નિવેદનને લઈને એક વખત ફરીથી ધમાચકડી જોવા મળી રહી છે. આ નિવેદનને લઈને ફરીથી નવી ચર્ચા અને તર્ક-વિતર્ક લગાવવામાં આવી રહ્યાં છે. શું અનિરૂદ્ધસિંહે બહાર આવવા માટે નવો રસ્તો બનાવી લીધો છે. શું નવો રસ્તો બનાવ્યો હોવાના કારણે જ તેઓ કોર્ટમાં સરેન્ડર થયા છે. નવો રસ્તો બનાવવા માટે જ એક દિવસનો સ્ટે લીધો હતો? અનિરૂદ્ધસિંહના નિવેદન પછી અનેક પ્રશ્ન ઉભા થઈ ગયા છે.

જોકે, આ બધા પ્રશ્નોના જવાબ તો હવે પંદર દિવસ પછી જ મળી શકે છે.

1988ની હત્યા અને ન્યાયિક પ્રક્રિયા

આ ઘટના 15 ઓગસ્ટ 1988ની છે, જ્યારે ગોંડલના સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિવસના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસ સૌરાષ્ટ્રની પ્રથમ મોટી રાજકીય હત્યા તરીકે ઓળખાય છે.

1997માં TADA (ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અનિરૂદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 2000માં તેમની ધરપકડ થઈ અને 2018માં 18 વર્ષની સજા બાદ તેમને રીમિશન (સજા માફી) આપવામાં આવી હતી. જોકે, પોપટ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાએ આ રીમિશનને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી અને 22 ઓગસ્ટ 2025ના રોજ હાઈકોર્ટે રીમિશનને ગેરકાયદેસર જાહેર કરીને અનિરૂદ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો- Banaskantha : તંત્રની નિષ્ફળતાનો પુરાવો, થરાદનું ડોડગામ 12-12 દિવસથી પાણીમાં

Tags :
#AniruddhaSinhJadeja#PopatSorathiaKillingGondalCourtGujaratFirstgujaratnewsJunagarhJailsupremecourt
Next Article