Greenland : કેનેડાનો ટ્રમ્પને પડકાર ! વિદેશ મંત્રી ગ્રીનલેન્ડની મુલાકાત લેશે, કોન્સ્યુલેટ ખોલવાની કરી જાહેરાત
- Greenland : ટ્રમ્પના નિવેદના બાદ કેનેડાનો ટ્રમ્પને પડકાર
- કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે Nuukની લેશે મુલાકાત
- અનિતા આનંદે ગ્રીન લેન્ડમાં કોન્સ્યુલેટ ખોલવાની કરી જાહેરાત
Greenland : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ અંગેના તાજેતરના આક્રમક નિવેદનો પછી, યુએસના અન્ય સાથી દેશોએ કડક વલણ જાહેર કર્યું છે. કેનેડાએ સ્પષ્ટ રીતે ડેનમાર્કને ટેકો આપ્યો છે અને અમેરિકા સામે પોતાના અભિપ્રાયને જાહેર કર્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાય દિવસોથી તેમના નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યાં છે. ત્યારે વધુ એક નિવેદન આપ્યું છે. તેમને તાજેતરમાં જ ગ્રીનલેન્ડ અંગે આક્રમક નિવેદન આપ્યુ છે. ત્યારબાદ USનો સાથ આપનાર દેશોએ પણ કડકડ વલણ જાહેર કર્યું છે. ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પના નિવેદન બાદ કેનેડાએ સ્પષ્ટ રીતે ડેનમાર્કને ટેકો આપ્યો છે અને ત્યારે કેનેડાના વિદેશ મંત્રીએ ગ્રીન લેન્ડની રાજધાની Nuukની મુલાકાત લેવાની જાહેરાત કરી છે.
I will be in Nuuk in the coming weeks to officially open Canada’s consulate and mark a concrete step in strengthening our engagement in support of Denmark’s sovereignty and territorial integrity, including Greenland. pic.twitter.com/yXNKAIqFdB
— Anita Anand (@AnitaAnandMP) January 6, 2026
વેનેઝુએલાની કાર્યવાહી પછી વિવાદ વધ્યો(Greenland)
કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે ગ્રીનલેન્ડની રાજધાની નુઉકની મુલાકાતની જાહેરાત કરી છે અને ત્યાં કેનેડિયન કોન્સ્યુલેટ ખોલવાનો નિર્ણય કર્યો છે. આ પગલું ટ્રમ્પના ગ્રીનલેન્ડ પર નિયંત્રણના દાવાઓના સીધા વિરોધ તરીકે જોવા મળે છે.
અનિતા આનંદે જણાવ્યું છે કે તેઓ આગામી અઠવાડિયામાં નુઉકની મુલાકાત લેશે અને ડેનમાર્કની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સમર્થન આપશે. તેમણે એમ પણ કહ્યું કે કેનેડા ગ્રીનલેન્ડ અને ડેનમાર્ક સાથેના સંબંધોને મજબૂત બનાવવા માંગે છે, ખાસ કરીને જ્યારે આર્કટિક ક્ષેત્ર પર વૈશ્વિક તણાવ વધી રહ્યો છે.
વેનેઝુએલા પર કરવામાં આવેલા હુમલા બાદ આ વિવાદ વધુ વકર્યો છે. યુએસ આર્મીની કાર્યવાહી અને ટ્રમ્પના અનુગામી નિવેદનો ઘણા દેશોને ચિંતામાં મૂકી ચૂક્યા છે. ગ્રીનલેન્ડ પર ટ્રમ્પના વલણને લઈને નાટો એકતા માટે પણ ચિંતાઓ ઉભી થઈ છે.
Canada and Denmark are Allies and partners in our shared responsibility for the security and resilience of the Arctic.
As I reaffirmed to PM Frederiksen today, Canada will always support the sovereignty and territorial integrity of Denmark, including Greenland. Together, we’ll… pic.twitter.com/vgPk4IE5OD
— Mark Carney (@MarkJCarney) January 6, 2026
કેનેડાના પીએમએ ગ્રીનલેન્ડ વિશે શું કહ્યું?
કેનેડાના પીએમ માર્ક કાર્નેએ કહ્યું કે કેનેડા અને ડેનમાર્ક માત્ર સહયોગી દેશો નથી, પરંતુ આર્ક્ટિકમાં શાંતિ અને સુરક્ષામાં તેમની ભાગીદારી મહત્વપૂર્ણ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કેનેડા હંમેશા ડેનમાર્કની સાર્વભૌમત્વને સમર્થન આપે છે, જેમાં ગ્રીનલેન્ડનો સમાવેશ થાય છે.
આ સાથે જ માર્ક કાર્નીએ જણાવ્યું છે કે બંને દેશ યુરોપ અને યુક્રેનમાં શાંતિ જાળવવા માટે સાથે મળીને કામ કરશે. કેનેડાએ ગ્રીનલેન્ડ પર યુએસ દાવાઓને પડકાર્યા છે અને આર્કટિકમાં પોતાના વ્યૂહાત્મક હિતોને સુરક્ષિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે.
આ પણ વાંચો : ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની 'દાદાગીરી' સામે યુરોપના 7 દેશ એકજૂટ,સંયુકત નિવેદનથી કર્યો વિરોધ


