ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ankleshwar : ડીસન્ટ રેસ્ટોરન્ટના ભોજનમાં મકોડા નીકળતા ગ્રાહકનો હોબાળો

અહેવાલ - દિનેશ મકવાણા ભરૂચના રેસ્ટોરન્ટોમાં જીવાતો નીકળવાની અનેક ફરિયાદો સામે આવી છે અને ત્યારબાદ પણ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ હજુ આળસ ખંખેડતું નથી. ભરૂચના રેસ્ટોરન્ટ બાદ અંકલેશ્વરના ડીસન્ટ રેસ્ટોરન્ટમાં સેન્ડવીચમાં મકોડા નીકળતા ગ્રાહકે ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને જાણ...
02:56 PM Dec 10, 2023 IST | Hardik Shah
અહેવાલ - દિનેશ મકવાણા ભરૂચના રેસ્ટોરન્ટોમાં જીવાતો નીકળવાની અનેક ફરિયાદો સામે આવી છે અને ત્યારબાદ પણ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ હજુ આળસ ખંખેડતું નથી. ભરૂચના રેસ્ટોરન્ટ બાદ અંકલેશ્વરના ડીસન્ટ રેસ્ટોરન્ટમાં સેન્ડવીચમાં મકોડા નીકળતા ગ્રાહકે ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને જાણ...

અહેવાલ - દિનેશ મકવાણા

ભરૂચના રેસ્ટોરન્ટોમાં જીવાતો નીકળવાની અનેક ફરિયાદો સામે આવી છે અને ત્યારબાદ પણ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ હજુ આળસ ખંખેડતું નથી. ભરૂચના રેસ્ટોરન્ટ બાદ અંકલેશ્વરના ડીસન્ટ રેસ્ટોરન્ટમાં સેન્ડવીચમાં મકોડા નીકળતા ગ્રાહકે ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને જાણ કરતા અધિકારીએ કહ્યું તમે ફરિયાદ આપો હું સોમવારે તપાસ કરાવી લઈશ. ત્યારે હજુ પણ ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ આળસ ન ખંખેરતા હોવાની ચર્ચાઓ એ ભારે જોર પકડ્યું છે. જેને લઇ અધિકારીઓની નિષ્ક્રિયતા સામે રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે.

ભરૂચ જિલ્લામાં રેસ્ટોરન્ટોમાં જીવાત નીકળતી હોવાની સૌ પ્રથમ ફરિયાદ શ્રવણ ચોકડીના લિંક રોડ ઉપર આવેલ હોલીયેસ પીઝામાંથી સામે આવી હતી. જેમાં ગ્રાહક ના સૂપ માંથી મરેલો વંદો નીકળ્યો હતો ગ્રાહકોએ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને ફોન પર ફોન કરીને જાણ પણ કરી પરંતુ અધિકારીઓ પોતાની ઊંઘ બગાડીને સ્થળ ઉપર આવી શક્યા ન હતા. જેના કારણે ગ્રાહકોએ પણ મીડિયાનો સંપર્ક કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને બીજા દિવસે ગ્રાહકની ફરિયાદ લેખિતમાં ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે લીધી હતી અને ત્યાં સુધીમાં તો હોલીયેસ પીઝા વાળાએ પોતાનું રેસ્ટોરન્ટ પણ બંધ જ રાખ્યું છે.

ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ કાઠીયાવાડી ઢાબામાં પણ સ્વાદની મજા માણવા માટે કેટલાક ગ્રાહકો ગયા હતા અને તેમાં પણ સલાડની ટ્રેમાં વંદો લટાર મારતો જોવા મળ્યો હતો. જેને લઇ ગ્રાહકે વિડીયો બનાવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પણ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ ઉપર આવી શક્યા ન હતા. જોકે ગ્રાહકના પરિવારજનોએ કલેકટરને ફોન ઉપર જાણ કરતા 30 મિનિટમાં જ ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર દોડી આવી રેસ્ટોરન્ટમાં રહેલા એક્સપાયર ડેટ અને ડેટ વગરના વિવિધ મસાલા અને અથાણાના જથ્થાનો નાશ કરી કાર્યવાહી કરી હતી.

ગતરોજ મોડી રાત્રિએ અંકલેશ્વરના વાલીયા ચોકડી નજીકના ડિસેન્ટ હોટલમાં કેટલાક મિત્રો ચા નાસ્તો કરવા ગયા હતા. જેમાં એ ગ્રાહકે સેન્ડવીચ મંગાવી હતી અને સેન્ડવીચ નો પ્રથમ કોળિયો જ મોઢામાં મુકતા તેનો સ્વાદ અલગ લાગતા તેને ખોલીને જોતા તેમાં મકોડા નીકળ્યા હતા અને ગ્રાહકે તાબળતોબ રાત્રીએ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને ફોન ઉપર સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા અને ગ્રાહકને કહ્યું હતું કે તમે મારા whatsapp ઉપર ફરિયાદ અને વિડીયો મોકલી આપો હું સોમવારે તપાસ કરાવી લઈશ ગ્રાહકે પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું સાહેબ તમે ઊંઘી રહો પત્રકારોને આ બાબતે જાણ કરીને બોલાવ્યા છે કારણ કે એક બે નહીં ત્રીજા રેસ્ટોરન્ટમાંથી પણ જીવાતો નીકળી છે. ત્યારે હજુ પણ જો ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ ઊંઘતા રહેતા હોય જેને લઇને હાલ તો સમગ્ર રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાની માહિતી સાંપડી રહી છે.

એક બે નહીં ત્રીજા રેસ્ટોરન્ટમાં પણ જીવાત નીકળી સાહેબ હવે તો આળસ ખંખેરો : ગ્રાહકનો આક્રોશ

ભરૂચ જિલ્લામાં સંખ્યાબંધ રેસ્ટોરન્ટો આવેલા છે અને રેસ્ટોરન્ટોમાં રસોડામાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે પણ ઘણી વખત સ્વાદ પ્રેમીઓની વાનગીઓમાં જીવાતો નીકળતી હોવાની ફરિયાદો ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને કરવામાં આવે છે. પરંતુ અધિકારીઓ સ્થળ ઉપર આવવાના બદલે તમે પહેલા લેખિતમાં ફરિયાદ આપો પછી કાર્યવાહી કરીશું તેઓ જવાબ આપતા હોય છે. જેને લઇને ગતરોજ પણ આવી જ ઘટનામાં ગ્રાહકે ફરિયાદ કરી હતી અને ગ્રાહકે પણ કહ્યું સાહેબ એક બે નહીં ત્રીજી ઘટના છે. હવે તો આળસ ખંખેરો જેને લઇ હાલ તો આ સમગ્ર રેલો ઉચ્ચ અધિકારી સુધી પણ પહોંચ્યો છે.

રેસ્ટોરન્ટનું લાઇસન્સ આપનાર અધિકારીઓ ફાયર એનઓસી કોણ નક્કી કરશે

સુરતની તક્ષશિલાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીના સાધનો જરૂરી બની ગયા છે અને ભરૂચમાં સંખ્યાબંધ રેસ્ટોરન્ટો આવેલા છે અને રેસ્ટોરન્ટના કિચનોમાં પણ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળતો હોય છે. જ્યારે રેસ્ટોરન્ટોને લાયસન્સ ફાળવવામાં આવે છે તો તેમાં ગ્રાહકો અને હોટલ રેસ્ટોરન્ટમાં કામ કરતા વેઇટરો અને કર્મચારીઓની સુરક્ષા માટે ફાયર એનઓસીની સુવિધા છે ખરી તેની જવાબદારી કોની ભરૂચ જિલ્લાના ઘણા બધા રેસ્ટોરન્ટોમાં ફાયર સેફટી ના સાધનો જ નથી જ્યારે આગની ઘટના ઘટે ત્યારે ફાયર ફાઈટરને દોડાવવાની ફરજ પડતી હોય છે.

કોઈપણ રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળે તો અધિકારી સ્થળ ઉપર પહોંચે તે બાબતે કલેકટરને રજૂઆત કરાશે : સેજલ દેસાઈ

ભરૂચ જિલ્લાના રેસ્ટોરન્ટોમાં જીવાતો નીકળતી હોવાની ઘટનાઓ અનેકવાર સામે આવતી હોય છે ગ્રાહકો અધિકારીઓને જાણ કરતા હોય છે. પરંતુ અધિકારીઓ સ્થળ ઉપર આવવાના બદલે ગ્રાહકને ગલ્લા તલ્લા કરતા હોય છે અને ભરૂચ જિલ્લામાં ત્રણ રેસ્ટોરન્ટોમાં આવી જીવાતો નીકળી છે. જેને લઈને રાત્રી હોય કે દિવસ કોઈ પણ રેસ્ટોરન્ટમાં આવી ફરિયાદ સામે આવે તો અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી સ્થળ ઉપર કાર્યવાહી કરે તે માટે જિલ્લા કલેકટરને પણ લેખિત રજૂઆત કરવામાં આવનાર હોવાની ચીમકી પણ સેજલ દેસાઈએ આપી છે.

આ પણ વાંચો - સુરતમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023’નું આયોજન, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- PM મોદીની ગેરંટી કાશ્મીરથી કન્યાકુમારી સુધી પહોંચી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AnkleshwarAnkleshwar NewsBharuchbharuch newsDecent RestaurantFood and drug departmentGujarat FirstGujarat NewsRestaurant
Next Article