Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ankleshwar : 5 હજાર કરોડનાં ડ્રગ્સ કેસ મામલે મુમતાઝ પટેલની પ્રતિક્રિયા, 5 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા

ઝડપાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલનું મોટુ નિવેદન સવાલ એ છે કે શું ગુજરાત ડ્રગ્સનું ગેટ વે બની ગયું છે ? : મુમતાઝ પટેલ વર્ષ 2022 માં પણ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ પકડાયુ હતું...
ankleshwar   5 હજાર કરોડનાં ડ્રગ્સ કેસ મામલે મુમતાઝ પટેલની પ્રતિક્રિયા  5 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા
Advertisement
  1. ઝડપાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
  2. ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલનું મોટુ નિવેદન
  3. સવાલ એ છે કે શું ગુજરાત ડ્રગ્સનું ગેટ વે બની ગયું છે ? : મુમતાઝ પટેલ
  4. વર્ષ 2022 માં પણ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ પકડાયુ હતું : મુમતાઝ પટેલ
  5. 'ઉડતા પંજાબની વાત સાંભળી હતી, પરંતુ ઉડતા ગુજરાત થવા જઇ રહ્યું છે'

ભરૂચ (Bharuch) જિલ્લાનાં અંકલેશ્વરમાં (Ankleshwar) ડ્રગ્સનો મસમોટો જથ્થો પકડાયાનાં કેસમાં ઝડપાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે 72 કલાક માટે ટ્રાન્ઝિકટ રિમાન્ડની (Transit Remand) માગ કરી છે. જ્યારે બીજી તરફ આ મામલે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલનું (Mumtaz Patel) પણ મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઉડતા પંજાબની વાત સાંભળી હતી, પરંતુ ઉડતા ગુજરાત થવા જઇ રહ્યું છે.

5 હજાર કરોડનાં ડ્રગ્સ કેસમાં કુલ કંપની ડિરેક્ટર્સ સહિત 5 ઝડપાયા

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાંથી (Ankleshwar) ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો હતો. ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ ( Zero Tolerance Policy) અને 'ડ્રગ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન' હેઠળ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે (Gujarat Police) એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંકલેશ્વરની આવકાર ડ્રગ લિમિટેડમાંથી રૂ. 5 હજાર કરોડની કિંમતનું 518 કિલો કોકેઇન જપ્ત કર્યું હતું. આ કેસમાં પોલીસ દ્વારા કંપનીનાં 3 ડિરેક્ટર સહિત કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોડી રાત્રે કંપનીનાં ડિરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોથીયા, વિજય ભેસાણીયાની ધરપકડની ધરપકડ કરી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો - રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ

તમામ 5 આરોપીઓને અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરાયા

ત્યારે આજે ઝડપાયેલા તમામ 5 આરોપીઓને અંકલેશ્વર કોર્ટમાં (Ankleshwar Court) રજૂ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, કોર્ટમાં દિલ્હી પોલીસે (Delhi Police) 72 કલાકનાં ટ્રાન્ઝિક્ટ રિમાન્ડની માગ કરી છે. બીજી તરફ આ ઘટનાને લઈ કોંગ્રેસ (Congress) નેતા મુમતાઝ પટેલે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સવાલ એ છે કે શું ગુજરાત ડ્રગ્સનું ગેટ-વે બની ગયું છે ? વર્ષ 2022 માં પણ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ પકડાયુ હતું. ઓગસ્ટમાં પણ રૂ.1300 કરોડનું ડ્રગ્સ પકડાયુ હતું. ડ્રગ્સ મુદ્દે કાલે પણ મોટા સમાચાર સામે આવ્યા હતા. મુમતાઝ પટેલે આગળ કહ્યું કે, EC નાં રિપોર્ટમાં 30 ટકા ડ્રગ્સ (Drug) ગુજરાતમાંથી પકડાયાનું સામે આવ્યું હતું. સતત ડ્રગ્સ પકડાય છે તો શું ગુજરાતમાં કોઇ સાથે સાઠગાંઠ છે ?

આ પણ વાંચો - Ankleshwar Drugs Case : ડ્રગ્સ માફિયાઓનો નવી મોડ્સ ઓપરેન્ડી, આ રીતે બનાવડાવે છે ડ્રગ્સ...

સતત ડ્રગ્સ પકડાય છે તો શું ગુજરાતમાં કોઇ સાથે સાઠગાંઠ છે ? : મુમતાઝ પટેલ

મુમતાજ પટેલે (Mumtaz Patel) આગળ કહ્યું કે, નશાની બીમારી સમાજને ખતમ કરી નાખે છે. ઉડતા પંજાબની વાત સાંભળી હતી, પરંતુ હવે ઉડતા ગુજરાત થવા જઇ રહ્યું છે. ભરૂચમાં (Bharuch) ગ્રામ્ય વિસ્તારમાં યુવાનો નશો કરે છે. આ સાથે મુમતાઝ પટેલે સરકારને આ અંગે કડક કાર્યવાહી કરવા માગ પણ કરી હતી.

આ પણ વાંચો - Gujarat Police અને Delhi Police નું સંયુક્ત ઓપરેશન, અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

Tags :
Advertisement

.

×