Bharuch: અંકલેશ્વરમાં બે કંપનીમાં લાગેલી આગમાં એક કર્મચારીનું મોત, બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ શરૂ
- અંકલેશ્વરમાં બે કંપનીમાં લાગેલી આગમાં એક કર્મચારીનું મોત
- પાનોલી GIDCની કંપનીમાં 44 કર્મચારીઓ હતા નાઈટ શિફ્ટમાં
- આગ લાગી ત્યારે 43 જેટલા કર્મચારીઓ આવી ગયા હતા બહાર
- આગ કાબુમાં આવતા અવનીશનો બળેલી હાલતમાં મૃતદેહ મળ્યો
ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળજાળ ગરમીમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે અંકલેશ્વર પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં જળ એક્વા કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી જે આગનું સમગ્ર બાજુની કંપનીમાં પહોંચતા બંને કંપનીમાં ભયંકર આગથી ફાયર ફાઈટર દોડતા થયા હતા અને સંખ્યા બંધ ફાયર બંબાઓએ દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો પરંતુ ઘટનામાં કોઈને પણ જાનહાની થવા પામી ન હોવાના કારણે તંત્રએ પણ હાસ્કારો અનુભવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં જલ એક્વા નામની કંપની આવેલી છે આ કંપનીમાં વહેલી સવારે કામગીરી દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો જેમાંથી મોટા પ્રમાણમાં પ્રવાહી પણ ઉડિયુ એક કંપનીમાં થયેલા બ્લાસ્ટની આગળ ચિગારી બાજુમાં જ આવેલી બીઆર એગ્રો ટચ લિમિટેડ કંપનીમાં લાગતા નાઈટ શિફ્ટમાં કામકાજ બંધ હોવાના કારણે પ્લાન્ટમાં કોઈ જ નહોતું .
આગ લાગતા પ્લાન્ટમાં પૂઠા અને પ્લાસ્ટિકના બોટલો જેવી સાધન સામગ્રી હોવાના કારણે આગ વિકરાળ બની હતી બંને કંપનીમાં વહેલી સવારે લાગેલી આગ બપોરના 12 વાગ્યા સુધી પણ કાબુમાં ન આવી હોય જેના પગલે સતત 25 થી 30 જેટલા ફાયર બંબા હોય સતત પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરતાં બપોર સુધીમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ લેવાયો હતો.
આ પણ વાંચોઃ Jamnagar : ત્રિપલ અકસ્માત! ખંભાળિયા-જામનગર હાઈવે પર બે કાર-ટ્રેક્ટર ધડાકાભેર અથડાયા!
જલ એક્વા કંપનીમાં કેવી રીતે બ્લાસ્ટ થયો અને તેની બાજુમાં કંપનીમાં આગ કેવી રીતે પ્રસરી તેવા મુદ્દા ઉપર જીપીસીબી અને મામલતદાર સહિતના એસડીએમ અધિકારીઓ અને પોલીસ વિભાગે જીણવટ ભરી તપાસ શરૂ કરી છે આખરે આગ લાગી કેમ તેવા અનેક પ્રશ્નોને લઈ હાલ સંપૂર્ણ તંત્ર કામે લાગ્યું છે પરંતુ કંપનીમાં બ્લાસ્ટ અને બાજુની કંપનીમાં પ્રસરેલી આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ Vadtaldham સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં જરૂરિયાતમંદોને ચંપલોનું વિતરણ
અહેવાલઃ દિનેશ મકવાણાા- ભરૂચ