Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દિલ્હી કોર્ટે ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈના 11 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, NIAની પુછપરછમાં થશે મોટા ખુલાસા!

અમેરિકાથી પ્રત્યાર્પણ કરાયેલા ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 11 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો છે. NIAએ 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અનમોલ પર NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા, સલમાન ખાનના ઘર પર ગોળીબાર અને સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં મુખ્ય કાવતરાખોર હોવાનો આરોપ છે. NIA હવે આ તમામ કેસોમાં તેની સઘન પૂછપરછ કરશે.
દિલ્હી કોર્ટે ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈના 11 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર  niaની પુછપરછમાં થશે મોટા ખુલાસા
Advertisement
  • Delhi Court Anmol Bishnoi :  અનમોલ બિશ્નોઈની NIAએ  કરી ધરપકડ
  • અમેરિકા સાથે પ્રત્યાર્પણ સંધિ હેઠળ અનમોલ બિશ્નોઈને ભારત લવાયો
  • કોર્ટે અનમોલ બિશ્નોઈના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અને તેના ગુનાહિત સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર અનમોલ બિશ્નોઈની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. અનમોલને મંગળવારે અમેરિકા દ્વારા ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ધરપકડ બાદ, NIA ટીમે તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં કોર્ટે તેને 11 દિવસની NIA કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. અનમોલ બાબા સિદ્દીકીની હત્યા, સલમાન ખાનના ઘર પર ગોળીબાર અને સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ સહિત અનેક ગંભીર કેસોમાં વોન્ટેડ હતો.

Tags :
Advertisement

.

×