WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીને પડતો મુકાયો
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ માટે ટીમ ઈન્ડિયા (Team India) ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ફાઈનલ મેચ જૂન મહિનામાં યોજાવાની છે. ટીમ ઈન્ડિયા માટે આ ટાઈટલ મેચમાં રોહિત શર્મા કમાન સંભાળતો જોવા મળશે. આ ટેસ્ટ ટીમમાં જ્યા એક તરફ શ્રેયસ અય્યર અને રિષભ પંત ઈજાના કારણે ટીમની બહાર છે, જ્યારે અનુભવી સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેની લાંબા સમય બાદ વાપસી થઈ છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે WTC ફાઈનલ મેચ
લંડનના ઓવલ સ્ટેડિયમમાં 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવશે. ટીમની કમાન ફરી એકવાર રોહિત શર્માના હાથમાં છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જાહેરાત બાદ BCCI એ ભારતીય ટીમની જાહેરાત કરી છે. વળી, ઘણા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જેઓ લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર ચાલી રહ્યા હતા. શ્રેયસ ઐયર, બુમરાહ અને રિષભ પંત ઈજાના કારણે ટીમની બહાર છે, જ્યારે અજિંક્ય રહાણેને લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં તક મળી છે. BCCI દ્વારા જે ટીમની જાહેરાત કરવામાં આવી છે તેમાં સૌથી મોટું અને મહત્વનું નામ અજિંક્ય રહાણેનું જ છે. જોકે, તેને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ કહેવામાં આવે છે, પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને તેની જગ્યા ગુમાવવી પડી હતી, પરંતુ હવે લગભગ 17 મહિનાની લાંબી રાહ જોયા બાદ અજિંક્ય રહાણે ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે.
ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ અજિક્યા રહાણેની વાપસી
BCCI દ્વારા જાહેર કરાયેલી ટીમમાં સૌથી મોટું અને મહત્વનું નામ અજિંક્ય રહાણેનું છે. જોકે, તેને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ કહેવામાં આવે છે, પરંતુ ખરાબ ફોર્મના કારણે તેની જગ્યા ગુમાવવી પડી હતી, પરંતુ હવે લગભગ 17 મહિનાની લાંબી રાહ જોયા બાદ અજિંક્ય રહાણે ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. તેનું કારણ IPL 2023 છે, જ્યાં તે એમએસ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી રહ્યો છે. અહીં તે વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે.
આ ખેલાડીઓને ન મળી જગ્યા
એક તરફ અજિંક્ય રહાણે WTC ફાઈનલ 2023 માટે ભારતીય ટીમમાં પરત ફર્યો છે, તો બીજી તરફ જસપ્રીત બુમરાહ ઈજાના કારણે બહાર થઈ ગયો છે. શ્રેયસ અય્યરને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી જ્યારે ઈશાન કિશનને પણ ટીમની બહાર રાખવામાં આવ્યો છે. જોકે કેએલ રાહુલે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તેના સિવાય બીજા વિકેટ કીપર બેટ્સમેન કેએસ ભરતને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો વળી સૂર્યકુમાર યાદવને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.
WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ .
આ પણ વાંચો - ધોનીના નામે IPL માં વધુ એક રેકોર્ડ, આમ કરનાર ટૂર્નામેન્ટનો બન્યો પ્રથમ ખેલાડી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ