USA : અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા, ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારૂએ ફાયરિંગ કર્યુ
- કલોલના ડિંગુચા ગામના પરેશ પટેલની કરાઈ હત્યા
- છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્ટોરમાં નોકરી કરતા હતા
- ટેનેસીના લિવિસબર્ગમાં 20 મેના રોજ બની ઘટના
USA : અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. જેમાં કલોલના ડિંગુચા ગામના પરેશ પટેલની હત્યા કરાઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારૂએ ફાયરિંગ કર્યું હતુ. પરેશ પટેલ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્ટોરમાં નોકરી કરતા હતા. જેમાં ટેનેસીના લિવિસબર્ગમાં 20 મેના રોજ ઘટના બની હતી. પરેશભાઇ પાંચ વર્ષની દિકરી અને પત્ની સાથે રહેતા હતા. ટેનેસી પોલીસે હત્યારા ડેવિડ હેમિલ્ટનની ધરપકડ કરી છે.
અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા
કલોલના ડિંગુચા ગામના પરેશ પટેલની કરાઈ હત્યા
ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારૂએ ફાયરિંગ કર્યુ
છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્ટોરમાં નોકરી કરતા હતા
ટેનેસીના લિવિસબર્ગમાં 20 મેના રોજ બની ઘટના
પાંચ વર્ષની દિકરી અને પત્ની સાથે રહેતા હતા પરેશ… pic.twitter.com/cbGUZMy81B— Gujarat First (@GujaratFirst) May 22, 2025
પરેશ પટેલ મૂરિસવીલ હાઈવેના ગેસ સ્ટેશન પર જોબ કરતા હતા
પરેશ પટેલ મૂરિસવીલ હાઈવેના ગેસ સ્ટેશન પર જોબ કરતા હતા. શાંત માનવામાં આવતા એરિયામાં હત્યાથી હડકંપ મચ્યો છે. જેમાં ટેનેસીના લિવિસબર્ગમાં કલોલના ડિંગુચા ગામના પરેશ ઉર્ફે પ્રિન્સ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 20 મેના રોજ રાતે 11 વાગ્યે ગેસ સ્ટેશન પરના સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારાએ પરેશ પટેલ પર ગોળીબાર કર્યો હતો. લૂંટારાએ સેકન્ડોમાં જ બે-ત્રણ ગોળી પ્રિન્સને મારતા તે ઘડીના છઠ્ઠા ભાગમાં જ ઢળી પડ્યા હતા.
ટેનેસીની પોલીસે પ્રિન્સ પટેલની હત્યા કરવાના ગુનામાં એક શકમંદની ધરપકડ કરી
મૃતક પ્રિન્સ પટેલ લિવિસબર્ગના મૂરિસવીલ હાઈવે પર આવેલા મેરેથોન ગેસ સ્ટેશન પર જોબ કરતા હતા. એક નાનકડા ટાઉનમાં આવેલા આ ગેસ સ્ટેશન પર અગાઉ ક્યારેય આવી કોઈ હિંસક ઘટના નથી બની અને આ એરિયા પણ પ્રમાણમાં શાંત માનવામાં આવે છે. મૃતક પરેશ પટેલ પાંચ વર્ષની દીકરી અને પત્ની સાથે અમેરિકામાં રહેતા હતા. ટેનેસીની પોલીસે પ્રિન્સ પટેલની હત્યા કરવાના ગુનામાં એક શકમંદની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: Rain in Gujarat : રાજ્યમાં 24 કલાકમાં 57 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા ખાબક્યો સૌથી વધુ વરસાદ