ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat માં વધુ એક દીકરીને નરાધમોએ પીંખી નાખી! શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કર્યો આક્રોશ

વડોદરા બાદ સુરતમાં દુષ્કર્મની વધુ એક ઘટનાથી ચકચાર માંગરોળનાં બોરબરા ગામની સીમમાં બની ઘટના રાત્રે મિત્ર સાથે ઉભેલી સગીરા સાથે દુષ્કર્મઃ સૂત્ર અજાણ્યા શખ્સોએ સગીરાના મિત્રને માર માર્યોઃ સૂત્ર સુરતમાં (Surat) વધુ એક દુષ્કર્મની શરમનાક ઘટના બની છે. માંગરોળનાં...
09:07 AM Oct 09, 2024 IST | Vipul Sen
વડોદરા બાદ સુરતમાં દુષ્કર્મની વધુ એક ઘટનાથી ચકચાર માંગરોળનાં બોરબરા ગામની સીમમાં બની ઘટના રાત્રે મિત્ર સાથે ઉભેલી સગીરા સાથે દુષ્કર્મઃ સૂત્ર અજાણ્યા શખ્સોએ સગીરાના મિત્રને માર માર્યોઃ સૂત્ર સુરતમાં (Surat) વધુ એક દુષ્કર્મની શરમનાક ઘટના બની છે. માંગરોળનાં...
સૌજન્ય : Google
  1. વડોદરા બાદ સુરતમાં દુષ્કર્મની વધુ એક ઘટનાથી ચકચાર
  2. માંગરોળનાં બોરબરા ગામની સીમમાં બની ઘટના
  3. રાત્રે મિત્ર સાથે ઉભેલી સગીરા સાથે દુષ્કર્મઃ સૂત્ર
  4. અજાણ્યા શખ્સોએ સગીરાના મિત્રને માર માર્યોઃ સૂત્ર

સુરતમાં (Surat) વધુ એક દુષ્કર્મની શરમનાક ઘટના બની છે. માંગરોળનાં (Mangrol) બોરસરાં ગામની સીમમાં એક સગીરા સાથે ત્રણ પૈકી એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને કોસંબા પોલીસે (Kosamba Police) ઘટના સ્થળ પર તપાસ આદરી છે. સાથે જ પીડિતાનાં પરિવારનાં નિવેદનો લેવાઈ રહ્યા છે. આરોપીઓને પકડવા માટે પોલીસે Dog સ્કોડની મદદ પણ લીધી છે. આ ઘટનાને લઈ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સખત આક્રોશ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો - Rajkot : ગૃહ રાજ્યમંત્રીની મોડી રાતે નવી વોલ્વો બસમાં મુસાફરી, Congress પર કર્યા આકરા પ્રહાર

સભ્ય સમાજને લજવતી વધુ એક ઘટના

સુરતમાં (Surat) સભ્ય સમાજને કલંકિત કરતી વધુ એક ઘટના બની છે. સૂત્રો પાસેથી માહિતી મુજબ, સુરતનાં માંગરોળ તાલુકાનાં બોરસરાં ગામમાં (Borsara) રહેતી સગીરા રાત્રિનાં સમયે તેના એક મિત્ર જોડે ઊભી હતી ત્યારે ત્રણ અજાણ્યા ઇસમો ત્યાં આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથેનાં યુવકને ઢોર માર મારીને ત્યાંથી ભગાડી દીધો હતો. ત્યાર બાદ સગીરાને નજીકની અવાવરૂં જગ્યા પર લઈ ગયા હતા.

આ પણ વાંચો - Junagadh: ‘Eco Sensitive Zone નામનો રાક્ષસ આવી રહ્યો છે’ ગીરની દીકરીએ વ્યક્ત કરી વેદન

ત્રણ પૈકી એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

સૂત્રોનાં જણાવ્યા મુજબ, ત્રણ પૈકી એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય બે ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું કે નહીં તે અંગે તપાસ થઈ રહી છે. આ મામલે સુરત જિલ્લા રેન્જ IG (Surat District Range IG), સુરત જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને કોસંબા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ આદરી છે. સાથે જ પીડિતાનાં પરિવારનાં નિવેદન પણ લેવાઈ રહ્યા છે. ઉપરાંત, ઘટનાની સઘન તપાસ અને આરોપીઓને પકડવા માટે પોલીસે Dog સ્કોડની મદદ પણ લીધી છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ટ્વીટ કર્યું

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ((Shaktisinh Gohil)) પણ આ ઘટના અંગે ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે, 'આજે ફરી એક અતિ દુઃખદ સમાચાર મળ્યા . આપણા ગુજરાતના સુરત પાસેના માંગરોળના બોરસરાં ગામે 3 નરાધમોએ સગીરાના મિત્રને માર માર્યો, પછી રાત્રિના સમયે સગીરાને પીંખી નાખી. નવરાત્રિમાં દેવીસ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે?. વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના ગૃહ જિલ્લામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા ગુજરાતમાં આક્રોશ છે. પીડિતા આણંદ વિદ્યાનગરમાં કોલેજના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે અને મુળ સુરત જિલ્લાની રહેવાસી છે. હાલ તે કોલેજમાંથી પોતાના ઘરે પરત આવી હતી અને આ ઘટના બની છે.'

આ પણ વાંચો - Bharuch: તપોભૂમિ ઓસારામાં આવેલા મહાકાળીના મંદિરમાં નવરાત્રિ નિમિતે ભક્તોનું ઘોડાપુર

Tags :
BorsaranCrime NewsDog ScodGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsKOSAMBA POLICELatest Gujarati NewsLCBMangrolSOGSuratSurat District Police ChiefSurat District Range IGSurat PoliceSurat Rape Case
Next Article