અમદાવાદમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો, સચેત રહેવા તંત્રની અપીલ
- Ahmedabad માં HMPV નો વધુ એક કેસ નોંધાયો
- 4 વર્ષનાં બાળકમાં HMPV નાં લક્ષણ જોવા મળ્યો
- એક મહિનાથી બાળકને શરદી, ઊધરસ અને તાવ
- અત્યાર સુધી શહેરમાં કુલ 7 દર્દીઓએ લીધી સારવાર
અમદાવાદમાં (Ahmedabad) હ્યુમન મેટાન્યુમોવાઇરસનો (HMPV) વધુ એક કેસ નોંધાયો છે. 4 વર્ષનાં બાળકમાં હાલ HMPV નાં લક્ષણ જોવા મળ્યા છે. છેલ્લા એક મહિનાથી બાળકને શરદી-ઉધરસ અને તાવનાં લક્ષણ હતા. હાલ, બાળક એસજીવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેરમાં HMPV નાં કુલ 7 દર્દીઓએ સારવાર લીધી છે.
આ પણ વાંચો - વિરમગામમાં જાહેરમાં શિક્ષકની હત્યા, ફરી એકવાર વેવાઇ-વેવાણે કરી નાખ્યો મોટો કાંડ
4 વર્ષનાં બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ચીન સહિત વિશ્વની ચિંતા વધારનારા હ્યુમન મેટાન્યુમોવાઇરસનો (HMPV) વધુ એક નવો કેસ અમદાવાદમાં નોંધાયો છે. માહિતી અનુસાર, ગોતામાં રહેતા પરિવારનાં 4 વર્ષનાં બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બાળકને છેલ્લા એક મહિનાથી શરદી-ઉધરસ અને તાવનાં લક્ષણ હતા. રિપોર્ટ પોઝિટિવ આવતા બાળકને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે. હાલ, એસજીવીપી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો - ડોક્ટર યુવતી સાથે પ્રિન્સિપાલ અને 4 પ્રોફેસરોએ કરી એવી હરકત કે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો
અત્યાર સુધી શહેરમાં કુલ 7 દર્દીઓએ લીધી સારવાર
AMC માં MOH ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં અમદાવાદની વિવિધ હોસ્પિટલમાં કુલ 7 HMPV દર્દીઓએ સારવાર લીધી છે. આ 7 પૈકી 3 અમદાવાદની બહારનાં દર્દી હતા જ્યારે 4 અમદાવાદ શહેરનાં હતા. રાહતની વાત એ છે કે તમામ દર્દીઓ સ્વસ્થ્ય થતાં ડિસ્ચાર્જ કરાયા છે. તંત્ર દ્વારા HMPV નાં કેસો પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ નવા કેસ ડિટેક્ટ થાય તો તેનાં માટે જરૂરી પગલાં સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે તેમણે લોકોને પોતાનાં સ્વાસ્થ્યની વધુ કાળજી રાખવા અપીલ પણ કરી હતી.
આ પણ વાંચો - RAJKOT: દલાલીનું કામ કરતી પોલીસ, ઉદ્યોગપતિને હાઇકોર્ટે ફટકારી આજીવન કેદની સજા


