Khyati Hospital નો વધુ એક 'કાંડ'! ઓપરેશન કર્યાનાં માત્ર 3 જ મહિનામાં 1 વ્યક્તિનું મોત
- અમદાવાદ Khyati Hospital ની વધુ એક કરતૂત સામે આવી
- મહેસાણાનાં જોરણંગ ગામમાં પણ કેમ્પ કર્યો હતો
- ખ્યાતિ હોસ્પિટલે 18 ડિસેમ્બર, 2022 માં કેમ્પ કર્યો હતો
- ઓપરેશન કર્યા બાદ 3 જ મહિનામાં એક વ્યક્તિનું મોત
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં એક પછી એક મોટા ઘટસ્ફોટ થયા છે. ત્યારે હવે હોસ્પિટલની વધુ એક કરતૂત સામે આવી છે. આરોપ છે કે, વર્ષ 2022 માં મહેસાણાનાં (Mehsana) જોરણંગ ગામમાં ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) દ્વારા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 7 વ્યક્તિઓને સ્ટેન્ટ મૂકાયા હતા. 3 માસ બાદ આ 7 પૈકી 1 દર્દીનું મોત નીપજ્યું હતું. જ્યારે 6 દર્દીઓને હાલમાં પણ તકલીફ છે. આ સમગ્ર મામલે તપાસ થવી જોઈએ તેવી સ્થાનિકોએ માગ ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Vadodara : BJP નાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે મોટા સમાચાર, 10 પોલીસકર્મી સામે આકરી કાર્યવાહી!
વર્ષ 2022 માં મહેસાણાનાં જોરણંગ ગામમાં યોજ્યો હતો કેમ્પ!
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) સામે વધુ એક ગંભીર આક્ષેપ થયો છે. આરોપ અનુસાર, ખ્યાતિ હોસ્પિટલે 18 ડિસેમ્બર, 2022 માં મહેસાણા જિલ્લામાં આવેલા જોરણંગ ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યો હતો, જેમાં 15 થી વધુ વ્યક્તિઓને વધુ સારવાર અર્થે અમદાવાદ લવાયા હતા, જે પૈકી 7 જેટલી વ્યક્તિઓને સ્ટેન્ટ મૂકાયા હતા. ઓપરેશનનાં 3 માસ બાદ જ એક દર્દી લક્ષ્મણભાઈ રાવળનું મોત નીપજ્યું હતું, જ્યારે 6 દર્દીને હાલમાં પણ તકલીફ છે.
આ પણ વાંચો - Ahmedabad : આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય કે પુનઃ નહીં લેવાય : GUPEC
1 દર્દીનું મોત, 6 ને હાલ પણ તકલીફ
પ્રાથમિક માહિતી અનુસાર, ગામમાં કેમ્પ યોજી 35 થી 40 લોકોએ નિદાન કરાવ્યું હતું. જ્યારે, કેમ્પનાં (Medical Camp) બીજા દિવસે દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવા હોસ્પિટલની બસ ગામમાં આવી હતી અને 15 થી વધુ લોકોને હોસ્પિટલ લઈ જવાયા હતા. આ સમગ્ર મામલે ઝડપી તપાસ થયા તેવી માગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. જણાવી દઈએ કે ખ્યાતિ હોસ્પિટલ સામે હાલ તપાસ ચાલી રહી છે. હોસ્પિટલ સામે આરોપ છે કે, મહેસાણા (Mehsana) જિલ્લાનાં બોરીસણા ગામમાં કેમ્પ યોજી કુલ 19 લોકોને સારવાર અર્થે ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) દાખલ કરાયા હતા. દર્દીઓને સામાન્ય તકલીફ હોવા છતાંય ઇરાદાપૂર્વક ડોક્ટર દ્વારા પરિજનોની મંજૂરી વગર એન્જિયોગ્રાફી (Angiography) કરવામાં આવી હતી, જેમાં ઓપરેશન બાદ 2 દર્દીઓનો મોત નીપજ્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad : AMC Junior Clerk Exam માં છબરડા બાદ પરીક્ષક અધિકારીએ કર્યો લૂલો બચાવ! જાણો શું કહ્યું ?