ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: Home Minister Harsh Sanghvi ના વરદ હસ્તે એન્ટી નાર્કોટિક્સ યુનિટનું કરાયું ઉદ્ઘાટન

ગુજરાત માં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂવાત રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ના વરદ હસ્તે યુનિટનું ઉદ્ઘાટન પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસ માં આરોપીઓને પકડતી હતી નશા નો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી Surat: રાજ્યમાં સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ...
12:31 PM Dec 01, 2024 IST | Hiren Dave
ગુજરાત માં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂવાત રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ના વરદ હસ્તે યુનિટનું ઉદ્ઘાટન પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસ માં આરોપીઓને પકડતી હતી નશા નો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી Surat: રાજ્યમાં સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ...
HarshSanghvi

Surat: રાજ્યમાં સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટની(DrugRehabilitation) સુરત(Surat)માં શરૂઆત કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (HarshSanghvi )અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ(CRPatil)ના હસ્તે ઉદઘાટન (RehabForChange)કરવામાં આવ્યું. એન્ટી નાર્કોટિક્સ યુનિટ નશાના કારોબારને રોકવાનું અભિયાન ચલાવશે. અહીં નશાના બંધાણીને લત છોડાવવા કવાયત હાથ ધરવામાં આવશે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારે રિહેબ સેન્ટરનું કામ કરશે.

 

નશાના કારોબારને રોકવાનું અભિયાન ચલાવાશે

એન્ટી નાર્કોટિક્સ યુનિટ થકી નશાના કારોબારને રોકવાનું અભિયાન ચલાવવામાં આવશે. અહીં ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સની લત છોડાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારે ડ્રગ્સ સામેનું રિહેબ સેન્ટર બનશે. સેન્ટરમાં જો કોઈ ડ્રગ્સનો બંધાણી આવશે તો પોલીસ તેની ઓળખ ગુપ્ત રાખશે.

આ પણ  વાંચો -Gandhinagar માં આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ

ડ્રગ્સના નશામાંથી બહાર લાવવાના પ્રયત્ન કરાશે

સાથે જ ડ્રગ્સના બંધાણીને નશામાંથી બહાર લાવવાના પ્રયત્ન કરાશે, તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે. ડ્રગ્સની લતમાંથી બહાર લાવીને તેમનું જીવન સુધારવામાં મદદ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, ડ્રગ્સની સામે સુરત(Surat) પોલીસ(SuratPolice ) પહેલાથી ચલાવી રહી છે "નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન".

આ પણ  વાંચો -Mehsana માં PMJAYમાં ગોટાળો કરનાર હોસ્પિટલ સામે તવાઈ, તંત્રએ ફટકાર્યો મોટો દંડ

સુરત પોલીસ સમાજ સેવાના કાર્યમાં પણ જોડાશે

હવે સુરત પોલીસ સમાજ સેવાના કાર્યમાં પણ જોડાશે. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને NDPSમાં આરોપીઓને પકડતી હતી. સાથે જ નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. ત્યારે હવે સુરત પોલીસ નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે સમાજ સેવાનું કામ પણ કરશે. ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા માટે પ્રયત્ન કરશે. સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી સૌપ્રથમ સુરતમાં થશે.

Tags :
AntiNarcoticsUnitCommunityCareCRPatilDrugRehabilitationGujaratFirstHarshSanghviNoDrugsSuratRehabForChangeSuratInitiativeSuratpolice
Next Article