Godhra : નવરાત્રિના ગરબા રમી પરત ફરતા પરિવાર પર અસામાજિક તત્વોનો હુમલો
Godhra માં ગરબા પછી પરિવાર પર હુમલો : 6 આરોપીઓની મારપીટ, વીડિયો વાયરલ
Advertisement
- Godhra માં ગરબા પછી હુમલો: પરિવાર પર 6 આરોપીઓની મારપીટ, વીડિયો વાયરલ
- પંચમહાલ: મોતીબાગ ગરબા પાર્કિંગમાં હિંસા, પિતા-પુત્રને ગંભીર ઇજા
- નવરાત્રિમાં કાળો પડછાયો: ગોધરામાં અસામાજિક તત્વોએ પરિવારને માર્યો ઢોર માર
- ગોધરા 'બી' પોલીસે ફરિયાદ નોંધી: ગરબા વિસ્તારમાં હુમલો, 6 આરોપીઓની તપાસ
- રમઝટ ગરબા મહોત્સવ પછી મારામારી: પંચમહાલમાં પરિવાર પર હુમલો, પોલીસ કાર્યવાહી
ગોધરા : પંચમહાલ જિલ્લાના ગોધરા ( Godhra ) શહેરમાં નવરાત્રિના ઉત્સાહમાં વચ્ચે એક દુઃખદ ઘટના બની છે. કાર પાછી લેવાનું કહેવા જેવી નજીવી બાબતે પરિવાર પર અસમાજિત તત્વોએ હુમલો કરી દીધો હતો. ગરબા રમીને પરત ફરતા એક પરિવાર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. મોતીબાગ પાર્ટી પ્લોટમાં યોજાયેલા રમઝટ ગરબા મહોત્સવના પાર્કિંગ વિસ્તારમાં આ ઘટના બની છે.

