Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અસામાજિક તત્વો બન્યા બેફામ, પાલડીમાં યુવકની હત્યા, CCTV આવ્યા સામે

અમદાવાદમાં અવાર નવાર હત્યાના બનાવો બનતા રહે છે જેના કારણે કાયદો વ્યવસ્થા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના પાલડીમાં પાર્થ હોસ્પિટલની સામે 4 શખ્સોએ યુવકની હત્યા કરી હોય તેવા CCTV સામે...
અસામાજિક તત્વો બન્યા બેફામ  પાલડીમાં યુવકની હત્યા  cctv આવ્યા સામે
Advertisement

અમદાવાદમાં અવાર નવાર હત્યાના બનાવો બનતા રહે છે જેના કારણે કાયદો વ્યવસ્થા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના પાલડીમાં પાર્થ હોસ્પિટલની સામે 4 શખ્સોએ યુવકની હત્યા કરી હોય તેવા CCTV સામે આવ્યા છે.

મળતી જાણકારી અનુસાર, પાલડી વિસ્તારમાં પાર્થ હોસ્પિટલ પાસે આવેલ શહિદ સ્મારક પાસે 4 લોકોએ અલ્પેશ દેસાઇ નામના યુવક સાથે ઝઘડો કરી તેના પર કાર ચઢાવી તેનું મોત નિપજાવી દીધું હોવાની ઘટના સામે આવી. હાલ પોલીસને CCTV ફુટેજ પણ મળ્યા છે અને આગળ વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક ગાંધીનગરના પોર ગામનો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આરોપી CCTVમાં કેદ

Advertisement

CCTVમાં જોવા મળે છે કે, આરોપી વિશાલ દેસાઈ સહિત 4 યુવકોએ આવીને એક યુવાન સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ચારેય યુવકો દ્વારા અલ્પેશ દેસાઇ નામના યુવકને માર માર્યો હતો અને ગુસ્સામાં આવેલા યુવાનોએ અલ્પેશ પર કાર ચઢાવી દેતા, તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદના નહેરુ બ્રિજ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, પોલીસે તપાસ હાથ ધરી

Tags :
Advertisement

.

×