ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Anushka Sharma Reaction : વિરાટની સદી પર અનુષ્કાની પ્રતિક્રિયા, સેકન્ડોમાં જ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

આખરે, વિરાટ કોહલીએ મહાન સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી, જેની લાખો ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પોતાની ODI કારકિર્દીની 49મી સદી ફટકારી હતી. ખાસ વાત એ હતી કે તે પોતાનો 35મો જન્મદિવસ પણ સેલિબ્રેટ...
07:32 PM Nov 05, 2023 IST | Dhruv Parmar
આખરે, વિરાટ કોહલીએ મહાન સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી, જેની લાખો ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પોતાની ODI કારકિર્દીની 49મી સદી ફટકારી હતી. ખાસ વાત એ હતી કે તે પોતાનો 35મો જન્મદિવસ પણ સેલિબ્રેટ...

આખરે, વિરાટ કોહલીએ મહાન સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી, જેની લાખો ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પોતાની ODI કારકિર્દીની 49મી સદી ફટકારી હતી. ખાસ વાત એ હતી કે તે પોતાનો 35મો જન્મદિવસ પણ સેલિબ્રેટ કરી રહ્યો હતો. સદી પૂરી થતાં જ પત્ની અનુષ્કાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. કોહલીએ સૌથી વધુ વનડે સદીના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. હવે વધુ એક સદી અને વર્લ્ડ રેકોર્ડ કોહલીના નામે રહેશે.

વિરાટની ઐતિહાસિક સદી

દક્ષિણ આફ્રિકા સામેની વર્લ્ડ કપ મેચમાં કોહલીએ ઈડન ગાર્ડન્સ મેદાન પર ઐતિહાસિક સદી ફટકારી હતી. કોહલીએ તેની ODI કારકિર્દીની 49મી સદી પૂરી કરી અને સચિન તેંડુલકરના એટલી જ સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી. આ મેચમાં વિરાટના બેટમાંથી 101 રન આવ્યા હતા. તેણે પોતાના 35માં જન્મદિવસે સદી ફટકારી હતી. સદી પૂરી થતાં જ પત્ની અનુષ્કા શર્માની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

અનુષ્કાની પ્રતિક્રિયા વાયરલ થઈ

વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. કોહલીને આ સદી માટે અભિનંદન આપ્યા છે. અનુષ્કાએ લખ્યું કે, 'પોતાના જન્મદિવસ પર પોતાને જ આપ્યું ગીફ્ટ...' અનુષ્કા કેટલી ખુશ છે તેનો અંદાજ આ પોસ્ટ પરથી લગાવી શકાય છે. અનુષ્કાની આ પ્રતિક્રિયા પોસ્ટ સેકન્ડોમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

ભારતે 326 રન બનાવ્યા હતા

કોહલીની સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 5 વિકેટના નુકસાન પર 326 રન બનાવ્યા હતા. કોહલીના બેટમાંથી અણનમ 101 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. આ સિવાય શ્રેયસ અય્યરે 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. તે જ સમયે, કેપ્ટન રોહિત શર્મા 24 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે 22 રન બનાવ્યા હતા જ્યારે રવિન્દ્ર જાડેજા 29 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગિડી, માર્કો જાન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીએ 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : બર્થ ડે બોય કોહલીએ ક્રિકેટના ભગવાનની કરી બરાબરી, વિરાટ ઇનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ બનાવ્યા 326 રન

Tags :
anushka sharmaIND vs SAindia vs south africasachin tendulkarVirat Kohlivirat kohli 49th odi centuryworld cup 2023
Next Article