Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dang: માફી માંગવી પડશે નહી તો અમે તમારાં ડાયરા થવા દઈશું નહી : મંત્રી કુંવરજી હળપતિ

લોક ગાયક કલાકાર રાજભા ગઢવીના વિવાદિત નિવેદનને લઈ લોકોમાં રોષ. આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ રાજભા ગઢવીના નિવેદનને વખોડ્યું ડાંગની આદિવાસી પ્રજા ભોળી પ્રજા છે: મંત્રી કુંવરજી Rajbha Gadhvi Statement Controversy: એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ડાંગના...
dang  માફી માંગવી પડશે નહી તો અમે તમારાં ડાયરા થવા દઈશું નહી   મંત્રી કુંવરજી હળપતિ
Advertisement
  • લોક ગાયક કલાકાર રાજભા ગઢવીના વિવાદિત નિવેદનને લઈ લોકોમાં રોષ.
  • આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ રાજભા ગઢવીના નિવેદનને વખોડ્યું
  • ડાંગની આદિવાસી પ્રજા ભોળી પ્રજા છે: મંત્રી કુંવરજી

Rajbha Gadhvi Statement Controversy: એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ડાંગના જંગલોમાં લૂંટી લેવામાં આવે છે. જેને લઇને વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજભાના આ નિવેદનને લઇને રાજ્યના આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિ આકરા પાણીએ છે. તેમણે રાજભા ગઢવીને ગર્ભિત ધમકી આપતા જણાવ્યું છેકે, તમારા આ નિવેદનને હું સખત શબ્દોમાં વખોડું છું. તમારે જાહેરમાં માફી માગવી પડશે. નહીંતર તમારા ડાયરા નહીં થવા દઇએ.

Advertisement

ડાંગની આદિવાસી પ્રજા ભોળી પ્રજા છે: મંત્રી કુંવરજી

જાણીતા લોકસાહિત્ય અને લોક કલાકાર રાજભા ગઢવી વિવાદમાં સપડાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે એક લોક ડાયરાનાં કાર્યક્રમમાં રાજભા ગઢવીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા વિવાદ ઊભો થયો છે. જણવી દઈએ કે, સોશિયલ મીડિયા પર હાલ રાજભા ગઢવીનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો લોક ડાયરા કાર્યક્રમનો છે. આ વીડિયોમાં રાજભા ગઢવી કહેતા સંભળાય છે કે, ગુજરાતનાં ડાંગ આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી.

Advertisement

આ પણ  વાંચો -Gujarat Weather:ખેડૂતો માટે માઠા સમાચાર,ખેડૂતોને આપી આ સલાહ

ડાંગની પ્રજા ઉપર આવા આક્ષેપો નહી લગાવી સકાય: મંત્રી કુંવરજી

માંડવી વિધાનસભાના ધારાસભ્ય તેમજ આદિજાતિ વિકાસ વિભાગ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે રાજભા ગઢવીનો એક વીડિયો મે જોયો છે. એમાં જયારે ડાયરો ચાલતો હતો, તે સમયે અમારી ડાંગની ભોળી પ્રજા પર એમણે જે આક્ષેપ કર્યો છે કે પહેલા ડાંગમાં જતા તો લુંટારુઓ લૂંટી લેતા હતા. પણ મારે કહવું છે કે રાજભાને ખબર નહીં હોય કે આ જ આદિવાસી ભોળો સમાજ સાપુતારા જયારે મલ્હાર દિવસ ઉજવે છે ત્યારે તમારા જેવી અનેક પ્રજા ત્યાં આવે છે ત્યારે તેઓનું સન્માન કરવા માટે મારી ડાંગની દીકરીઓ ડાંગી નૃત્ય તરીકે તમારું સન્માન કરે છે. એ તમારે ભૂલવું ના જોઈએ, તમે જે નિવેદન કર્યું

Tags :
Advertisement

.

×