Apple અને Elon Musk ની Starlink વચ્ચે મોટા સોદાની શક્યતા, iPhone યુઝર્સને મળશે ફાયદો
એલોન મસ્કની કંપની સ્ટારલિંકે યુએસના અગ્રણી ટેલિકોમ ઓપરેટર T-Mobile સાથે ભાગીદારીમાં ડાયરેક્ટ-ટુ-મોબાઇલ સેવાનું પરીક્ષણ કર્યું છે. જો એપલ અને સ્ટારલિંક વચ્ચેનો આ સોદો પાર પડશે, તો તેનો ફાયદો એપલ અને સ્ટારલિંક બંનેને થશે. ગ્લોબલસ્ટારની સેટેલાઇટ સેવા યુએસ અને યુરોપના પસંદગીના દેશો સુધી મર્યાદિત છે, જે આઇફોન પર ઉપલબ્ધ સેટેલાઇટ કનેક્ટિવિટીની વ્યાપક ઍક્સેસને અટકાવે છે
Advertisement
- એપલ અને સ્ટાર લિંક વચ્ચે મોટી ડીલ સાઇન થવા જઇ રહી છે
- આગામી આઇફોનની શ્રેણીમાં સ્ટારલિંકનો ઉપયોગ કરાય તેવી વકી
- સ્ટાર લિંક અને ગ્લોબલ સ્ટાર વચ્ચે રસાકસી ભર્યો જંગ જામશે
Apple And Starlink Deal : Apple ના આગામી આઇફોનમાં Starlink સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી શકે છે. જેથી iPhone ના વપરાશકર્તાઓ નેટવર્ક વિના પણ કોલિંગ અને ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરી શકશે. અહેવાલો અનુસાર, Apple અને Elon Musk ની કંપની Starlink વચ્ચે ટૂંક સમયમાં એક મોટી ડીલ થવાની છે. હાલમાં, એપલના આઇફોન GlobalStar દ્વારા સેટેલાઇટ સેવા પ્રદાન કરે છે, આ સેવા ફક્ત થોડા પસંદગીના દેશોમાં જ ઉપલબ્ધ છે.

